Delhi

આગ્રામાં ટેન્કરમાં બસ ઘુસી જતા અકસ્માત,૨ના મોત,૩૦ ઘાયલ થયા

આગ્રા
તાજ નગરી આગરાના એત્માદપુર વિસ્તારમાં નેશનલ હાઈવે ૧૯ પર ગુરુવારે સવારે ભીષણ રોડ અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ૩૦થી વધારે મુસાફરો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. દુર્ઘટના સમયે ફુલ સ્પિડે આવતી બસે રસ્તા પર ઊભેલા ટેન્કર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં બસના ચિથરા ઉડી ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલે બે પેસેન્જરને મૃત જાહેર કર્યા હતા. કહેવાય છે કે મરનારા લોકોનો આંકડો વધી શકે છે. કારણ કે કેટલાય ઘાયલોની હાલત નાજૂક છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *