આગ્રા
ફતેહપુર સીકરી વિસ્તારમાં પતિ-પત્નીએ ખેતરમાં જઈને ઝાડ સાથે દોરી બાંધીને ફાંસો ખાધો હતો. પતિનું તો ફાંદામાં લટકી જવાના પગલે મૃત્યુ થયું હતું. જાેકે પત્ની બચી ગઈ કારણ કે તે જે દોરી પર લટકીને આત્મહત્યા કરવાની કોશિશ કરી રહી હતી, તે જ આત્મહત્યાના સમયે તૂટી ગઈ હતી. મામલો આગ્રાની નજીક લગભગ ૫૦ કિલોમીટર દૂર ફતેહપુર સીકરી વિસ્તારના ગિલોય ગામનો છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહીં ૫૪ વર્ષના ખેડૂત માન સિંહ ઉર્ફે કલુઆ અને તેની ૫૦ વર્ષીય પત્ની સંતા દેવીએ પોતાના ઘરેથી લગભગ ૩૦૦ મીટર દૂર ખેતરમાં ઝાડની ડાળ પર દોરડું બાંધ્યું હતું. પછી બંને તેનો ફાંદો બનાવીને આત્મહત્યા કરવા માટે તેની પર લટકી ગયા હતા. પતિ તો ફાંદા સાથે લટકી ગયો હતો. જાેકે વધુ વજનના કારણે પત્નીના ગળામાં બાંધવામાં આવેલી દોરી તૂટી ગઈ અને તે નીચે પડી હતી. બેભાન સ્થિતિમાં તે ખેતરથી ઘર તરફ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં બે પોલીસ કર્મચારીઓ મળ્યા હતા. પોલીસ કર્મચારીએ સંતા દેવીના ગળામાંથી દોરી ખોલી નાંખી હતી અને એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. મહિલાએ પોલીસ કર્મચારીઓને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. તે પછીથી પોલીસ કર્મચારી તરત જ તે ઝાડની પાસે પહોંચી ગયા હતા. તેમણે ફાંદા પર લટકી ગયેલા માન સિંહને ઝાડ પરથી ઉતાર્યા હતા. જાેકે ત્યારે તેના શ્વાસ બંધ થઈ ગયા હતા. હાલ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અછનેરાના સીઓ રાજીવ સિરોહીના જણાવ્યા મુજબ, ઘર કંકાસને કારણે પતિ-પત્નીએ આ પગલું ઉઠાવ્યું છે. બંનેને ચાર બાળકો છે, તેમના લગ્ન પણ થઈ ગયા છે. સીઓએ જણાવ્યું કે પતિ-પત્નીને પરસ્પર મન મેળ નહોતો. તેના પગલે બંનેએ જીવન સમાપ્ત કરવાનો ર્નિણય લીધો હતો. હાલ મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘરના અન્ય સભ્યોની પણ આ અંગે પૂછપરછ કરવામાં આવશે. મામલાની તપાસ હાલ ચાલી રહી છે.
