Delhi

આફ્રિકા સામેની ટી૨૦ શ્રેણીમાં મોહસીન ખાન નહીં રમે

નવીદિલ્હી
ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામેની ૫ મેચની ્‌૨૦ ઈન્ટરનેશનલ સિરીઝમાં મોહસીન ખાનની ખોટ રહેશે. મોહસિન ખાન લગભગ ૧૫૦કિમી પ્રતિ કલાકની ઝડપે ઝડપી બોલિંગ કરતી વખતે બોલને સ્વિંગ કરવામાં માહેર છે. મોહસીન ખાન ડાબા હાથથી ઝડપી બોલિંગ કરે છે.મોહસીન ખાનની ફાસ્ટ બોલિંગમાં ભારતના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાનની ઝલક જાેવા મળે છે. મોહસીન ખાને ૈંઁન્ ૨૦૨૨માં લખનઉ સુપર જાયન્ટ્‌સ તરફથી રમતા ૮ મેચમાં ૧૩ વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ ૫.૯૩રહ્યો છે. ૈંઁન્માં મોહસીન ખાનનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન ૧૬ રનમાં ૪ વિકેટ ઝડપી રહ્યું છે ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ દક્ષિણઆફ્રિકા સામેની ૫ મેચની ્‌૨૦ ઈન્ટરનેશનલ શ્રેણી માટે ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકજેવા ઝડપી બોલરોની પસંદગી કરી છે, પરંતુ મોહસીન ખાનને તક આપી નથી.ભારતે ૯ જૂનથી દક્ષિણ આફ્રિકા સામે ૫ મેચની ્‌૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે. આ ્‌૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી ૯ જૂનથી ૧૯ જૂન સુધી રમાશે. ટીમ ઈન્ડિયાની પસંદગીમાં મોટી ભૂલ થઈ છે. વાસ્તવમાં, પસંદગીકારોએ આ ્‌૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે એક ખેલાડીની પસંદગી ન કરીને બધાને ચોંકાવી દીધા છે. આ ખેલાડીને સાઉથ આફ્રિકા સામેની ્‌૨૦ ઈન્ટરનેશનલ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ થવાનો મોટો દાવેદાર માનવામાં આવતો હતો. લોકેશ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, રિષભ પંત (વાઈસ-કેપ્ટન), દિનેશ કાર્તિક(વિકેટકિપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ,અવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

India-Sport-Cricketer-Mohsin-Khan-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *