Delhi

આયુષ બડોનીએ સ્ટાર બોલરની બોલિંગ પર છગ્ગો લગાવ્યો

નવીદિલ્હી
ભારતીય ટીમને પ્રતિભાશાળી ખેલાડીઓ આપવાની કામ ઈન્ડિયન પ્રીમિયર લીગ કરી રહી છે. દેશભરમાંથી યુવા ખેલાડીઓની પ્રતિભાને શોધીને નેશનલ ટીમ માટે લઇ આવે છે. અત્યાર સુધીની ૧૪ સિઝનમાં ભારતીય ક્રિકેટ ટીમને અનેક શાનદાર ખેલાડીઓ પ્રાપ્ત થયા છે. જેનાથી ટીમને મજબૂત તાકાત મળવા સાથે યુવા ખેલાડીઓનુ જીવન પણ બદલાઈ ગયુ છે. તેઓએ વિશ્વ સ્તરે એક ખાસ ઓળખ પણ ઉભી કરવામાં સફળતા મેળવી છે. આવી જ રીતે આઇપીએલ ૨૦૨૨ ની સિઝનની શરુઆતમાં જ એક ખેલાડીએ પોતાનો દમ દેખાડી દીધો છે. આ ખેલાડીનુ નામ આયુષ બડોની છે, જેણે લખનૌ સુપર જાયન્ટ્‌સ વતી રમતા આઇપીએલ ડેબ્યૂ મેચમાં જ ગુજરાત ટાઈટન્સ સામે સામે મુશ્કેલ સમયમાં અડધી સદી નોંધાવી દીધી છે બડોની ૨૨ વર્ષની વય ધરાવે છે અને તેણે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્‌સ વતીથી આઇપીએલ ડેબ્યૂ કર્યુ હતુ. સિઝનની ચોથી મેચ બંને નવી ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં લખનૌની ટીમે બડોનીને મેદાને ઉતરવાની તક આપી હતી, જે તકને ઝડપીને તેણે મુશ્કેલ સમયે પોતાની તાકાત દર્શાવતી રમત દેખાડી હતી. લખનૌની ટીમે ૨૯ રનમાં જ ૪ વિકેટ ગુમાવી દીધી હતી અને આમ લખનૌની ટીમ ઝડપથી સમેટાઈ જાય એમ મનાઇ રહ્યુ હતુ, એવા સમયે જ આયુષ બડોનીની રમતે ગુજરાતની ટીમની બાજી બગાડી દીધી હતી. આમ તો દીપક હુડા ક્રિઝ પર હોવાને લઈને સૌની નજર તેની પર જ હતી, બીજી તરફ તેને સાથ આપવા માટે બડોની પોતે ક્રિઝ પર હતો. પરંતુ બડોની માટે ડેબ્યૂ મેચ હોઈ અનુભવની દૃષ્ટીએ અને દીપકની શક્તિને જાેતા સ્વાભાવિક જ તેની પર કોઈની નજર જામી નહોતી. પરંતુ થોડીવારમાં લોકોની નજર હુડા પરથી હટીને બડોની પર ચોંટી ગઈ હતી. કારણ કે બડોનીએ ના માત્ર રમત રમી હતી પરંતુ કમાલની બેટીંગ કરી હતી. જે જાેવી ફેનને ખૂબ પસંદ હોય છે. આયુષે ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની ઓવરમાં એક છગ્ગો અને ૨ ચોગ્ગા સળંગ ફટકારી દેતા જ સૌ કોઈનુ ધ્યાન ઓછી ઉંચાઇના બેટ્‌સમેન તરફ ખેંચાયુ હતુ. ત્યાર બાદ વારો રાશિદ ખાનનો હતો. ટી૨૦ ફોર્મેટના નંબર વન બોલરના બોલ પર પણ શાનદાર છગ્ગો ફટકારી દીધો હતો. ૧૯મી ઓવરમાં લોકી ફર્ગ્યૂશનના ૧૪૭ કિલોમીટર પ્રતિ કલાકના બોલ પર પણ છગ્ગો જમાવી દેતા હવે હુડા નહી પણ બડોનીની સ્ટ્રાઈક જાેવાની અપેક્ષા રાખવા લાગ્યા હતા. તેણે ૩૮ બોલમાં અડધી સદી નોંધાવી હતી. આયુષ ૪૧ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકારીને ૫૪ રન નોંધાવી વિકેટ ગુમાવી બેઠો હતો. અડધી સદીની ઈનીંગ બાદ તેણે કહ્યુ કે મેચ પહેલાની રાતે ડેબ્યૂ અંગે વિચારીને યોગ્ય રીતે ઉંઘ પણ આવી શકી નહોતી. સ્વભાવિક વાત એ પણ છે કે, સિનીયર ક્રિકેટમાં તેના માટે આ પ્રથમ મેચ હતી. આયુષ દિલ્હીનો રહેવાશી છે અને તે અહીંની જ ઘરેલુ ક્રિકેટ ટીમનો હિસ્સો છે. તેણે ૨૦૧૮માં અંડર ૧૯ ભારતીય ટીમ તરફ થી જૂનિયર એશિયા કપની ફાઇનલમાં ૨૮ બોલમાં ૫૨ રન ફટકાર્યા હતા. અંડર-૧૯માં શ્રીલંકા સામે ૪ દિવસીય મેચમાં ૯.૩ ઓવરમાં ૪ વિકેટ પણ ઝડપી હતી અને ૭માં ક્રમાંકે રમતા ૨૦૨ બોલમાં ૧૮૫ રન ફટકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *