Delhi

આર્યન ખાન ફિલ્મોમાં કામ કરવા તૈયાર

નવીદિલ્હી
શાહરૂખ ખાનનો પુત્ર ગયા વર્ષે ડ્રગ્સ કેસને લઈને ઘણી ચર્ચામાં હતો. થોડા દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. હવે આ દરમિયાન આર્યનના બોલિવૂડમાં કામ વિશે એક અપડેટ સામે આવ્યું છે. શાહરૂખે પોતે કહ્યું છે કે આર્યનને એક્ટિંગમાં રસ નથી અને બની શકે કે તે ફિલ્મ મેકિંગ કરે. આ દરમિયાન આર્યનના બોલિવૂડમાં કામ વિશે એવા સમાચાર આવ્યા છે કે તે હવે તેની કરિયર તરફ આગળ વધી રહ્યો છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર આર્યન શાંતિથી ઘણા વિચારો પર કામ કરી રહ્યો છે. જેથી તે ફીચર ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરી શકે. એમેઝોન પ્રાઈમની વેબ સિરીઝ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ માટે કામ કરી શકે છે. એમેઝોન પ્રાઈમ સિરીઝ એક ચાહકના જીવન પર આધારિત હશે. જેમાં રોમાંચ હશે. આ અંગે વધુ માહિતી સામે આવી નથી. જાે બધું બરાબર રહ્યું તો આ વર્ષ સુધીમાં આપણે શો જાેઈ શકીશું. આર્યન, બિલાલ સિદ્દીકીની સાથે મળીને સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. આ પહેલા પણ શાહરૂખ ઘણી વખત કહી ચૂક્યો છે કે તેને લખવાનું પસંદ છે અને રસપ્રદ વાત એ છે કે આર્યન હવે આ ક્ષેત્રમાં કામ કરવા માંગે છે. આર્યન છેલ્લા કેટલાક સમયથી હોલીવુડની ઘણી ફિલ્મો જાેઈ રહ્યો છે અને તેના પિતા સાથે તેના વિચારો શેયર કરતો રહે છે. તે વર્લ્‌ડ સિનેમા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તે તેના પિતા સાથે રીમેક કરી શકાય તેવી ફિલ્મો વિશે વાત કરે છે અને તે તેના માટેના રાઈટ્‌સ ખરીદે છે. તેથી એ વાતની પુષ્ટિ થાય છે કે આર્યનને અભિનયમાં નહીં પણ સર્જનાત્મક પ્રક્રિયામાં રસ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શાહરૂખે પુત્ર આર્યનને તેની આગામી ફિલ્મ પઠાણના લુક્સ અને એક્શન સીન પણ બતાવ્યા છે અને તેની પાસેથી ફીડબેક પણ લીધો છે. ભલે આર્યનને અભિનયમાં રસ નથી, પરંતુ શાહરૂખની પુત્રી સુહાના ખાન અભિનયની દુનિયામાં પગ મૂકવા માટે બેતાબ છે. સુહાનાએ ન્યૂયોર્કમાં એક્ટિંગ ક્લાસ કરે છે અને ઘણી શોર્ટ ફિલ્મો અને નાટકોમાં પણ કામ કર્યું છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. થોડા દિવસો પહેલા એવી પણ ખબર આવી હતી કે સુહાના ઝોયા અખ્તરના પ્રોજેક્ટથી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઝોયા નેટફ્લિક્સ માટે વેબ સિરીઝ બનાવી રહી છે. જેમાં સુહાના કામ કરતી જાેવા મળી શકે છે. સુહાના પણ થોડા દિવસો પહેલા ઝોયાની ઓફિસ જતી વખતે જાેવા મળી હતી.

Aryan-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *