નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે એક કેસમાં આર્ય સમાજ દ્વારા જારી કરાયેલ લગ્ન પ્રમાણપત્રને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સગીરનું અપહરણ અને બળાત્કાર સંબંધિત ગુનામાં આરોપીની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ અવલોકન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આર્ય સમાજને લગ્નનું પ્રમાણપત્ર આપવાનો કોઈ અધિકાર નથી. આ મામલો મધ્યપ્રદેશમાં થયેલા પ્રેમ લગ્ન સાથે જાેડાયેલો છે. છોકરીના પરિવારે છોકરા પર અપહરણ અને બળાત્કારનો આરોપ લગાવતા હ્લૈંઇ નોંધાવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, જસ્ટિસ અજય રસ્તોગી અને બીવી નાગરથનાની વેકેશન બેન્ચે આરોપીની દલીલને ફગાવી દીધી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બળાત્કારનો દાવો કરનાર છોકરી પુખ્ત છે અને તેણે આર્ય સમાજ હેઠળ લગ્ન કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આર્ય સમાજનું કામ અને અધિકાર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી. કારણ કે મેરેજ સર્ટિફિકેટ આપવા સક્ષમ સત્તાધિકારી કરે છે. તેથી અસલ પ્રમાણપત્રો કોર્ટ સમક્ષ રજૂ કરવા જાેઈએ. આ મામલામાં સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી. આર્ય સમાજ એક હિંદુ સુધારાવાદી સંગઠન છે અને તેની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી.


