નવીદિલ્હી
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો આજે છેલ્લો દિવસ છે. કરદાતાઓ પાસે હવે ૈં્ઇ ફાઈલ કરવા માટે માત્ર થોડાક જ કલાકો બાકી છે. જ્યારે, આવકવેરા વિભાગે વારંવાર પૂછાતા પ્રશ્નોનો એક સેટ જાહેર કર્યો છે. ૈં્ઇ ફાઇલ કરતી વખતે કરદાતાઓએ પૂછેલા ૧૦ મુખ્ય પ્રશ્નોના જવાબો અહીં નીચે મુજબ આપવામાં આવ્યા છે. ડ્ઢજીઝ્રનો ઉપયોગ કરી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નવો પાસવર્ડ નાંખી શકે છે ટેક્સપેયર્સ પાસવર્ડ બદલવા અંગેના એક પ્રશ્નના જવાબમાં વિભાગે જણાવ્યું છે કે જે કરદાતાઓના મોબાઇલ નંબર આધાર સાથે જાેડાયેલા નથી તેઓ ઇન્ટરનેટ બેંકિંગમાં લૉગિન કરી શકે છે અથવા માન્ય ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (ડ્ઢજીઝ્ર) નો ઉપયોગ કરીને ઇ-ફાઇલિંગ પોર્ટલ પર નવો પાસવર્ડ દાખલ કરી શકો છો. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, વિવિધ બેંકો વિભાગને ૩ થી ૪ દિવસમાં માહિતી મોકલે છે, તે પછી જ માહિતી પહેલાથી ભરેલા ટેક્સ રિટર્ન/વિગતોમાં ઉમેરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, કર ચુકવણીની માહિતી આપમેળે ૈં્ઇમાં દેખાય છે, પરંતુ કરદાતાઓએ થોડી વધુ રાહ જાેવી પડશે.” કરદાતાઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોમાં છૈંજી, ૨૬છજી માં જાેવા મળતી આવકમાં તફાવત, બેંક વ્યાજ બચાવવા માટે કપાત, ટેક્સ વ્યવસ્થા બદલવા, ઑફલાઇન રિટર્ન ફાઇલ કરવું વગેરેનો સમાવેશ થાય છે. ૈં્ રિટર્ન ફાઇલ કરવાની તારીખ કરદાતાઓની શ્રેણી અનુસાર બદલાય છે. પગારદાર લોકોએ ૩૧મી જુલાઈ સુધીમાં આઈટીઆર ફાઈલ કરવાનું રહેશે, જ્યારે કોર્પોરેટ અને બિઝનેસમેનોએ ૩૧મી ઓક્ટોબર સુધીમાં રિટર્ન ફાઈલ કરવાનું રહેશે.

