નવીદિલ્હી
ઇમ્ૈં કેલેન્ડર મુજબ મે મહિનાથી સતત ચાર દિવસ બેંકમાં રજા રહેશે. આ રજાઓ રાજ્યો અને ત્યાંના તહેવારો પ્રમાણે બદલાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઇમ્ૈં દ્વારા ચાર આધાર પર બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવે છે. આ યાદી દેશ અને રાજ્યોમાં ઉજવાતા તહેવારો પર આધારિત છે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત રાજ્યો અનુસાર કેટલીક રજાઓ પણ છે. રિપોર્ટ અનુસાર મે મહિનામાં અલગ-અલગ ઝોનમાં કુલ ૩૧ દિવસમાંથી ૧૩ દિવસ બેંકો બંધ રહેશે. બેંકો વતી, ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ મે મહિનામાં બેંક જતા પહેલા તમામ રજાઓનું ધ્યાન રાખે. તમામ ગ્રાહકોએ તમારા શહેર અથવા રાજ્યમાં કયામહત્વના દિવસો પર શાખાઓ બંધ રહેશે તેની નોંધ લેવી જાેઈએ. જાે તમારી પાસે મે મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ હોય, તો તેના માટે હમણાં જ પ્લાન કરો. જેથી તમને સમયસર કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. ભારતીય રિઝર્વ બેંકે મે ૨૦૨૨ની રજાઓની યાદી જાહેર કરી છે. મે મહિનામાં બેંકની રજાઓની યાદી ૧ મે ૨૦૨૨ ઃ મજૂર દિવસ / મહારાષ્ટ્ર દિવસ. દેશભરમાં બેંક બંધ રહેશે. આ દિવસે રવિવારની પણ રજા રહેશે. ૨ મે ૨૦૨૨ ઃ મહર્ષિ પરશુરામ જયંતિ – ઘણા રાજ્યોમાં રજા રહેશે. ૩ મે, ૨૦૨૨ ઃ ઈદ ઉલ ફિત્ર, બસવ જયંતિ (કર્ણાટક), ૪ મે, ૨૦૨૨ ઃ ઈદ ઉલ ફિત્ર, (તેલંગાણા), ૯ મે, ૨૦૨૨ ઃ ગુરુ રવિન્દ્રનાથ જયંતિ – પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા, ૧૪ મે, ૨૦૨૨ ઃ બેંકમાં બીજા શનિવારની રજા, ૧૬ મે, ૨૦૨૨ ઃ બુદ્ધ પૂર્ણિમા, ૨૪ મે, ૨૦૨૨ ઃ કાઝી નઝરુલ ઈસ્મલનો જન્મદિવસ – સિક્કિમ, ૨૮ મે, ૨૦૨૨ ઃ ૪થો શનિવારની બેંકમાં રજા રહેશે, મે ૨૦૨૨ માં વીકેન્ડ બેંક રજાઓની યાદી, ૧ મે, ૨૦૨૨ ઃ રવિવાર, ૮ મે, ૨૦૨૨ ઃ રવિવાર, ૧૫ મે, ૨૦૨૨ ઃ રવિવાર, ૨૨ મે, ૨૦૨૨ ઃ રવિવાર, ૨૯ મે, ૨૦૨૨ ઃ રવિવાર.