Delhi

આસામમાં મહિલા પીએસઆઈએ ભાવિ પતિની ધરપકડ કરી

નવીદિલ્હી
આસામના શિવસાગર જિલ્લામાં એક મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરે પ્રંશસાપાત્ર કામ કર્યું છે. મહિલા સબ ઈન્સ્પેક્ટરે લગ્નના થોડા મહિના પહેલા જ તેના ભાવિ પતિની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જાેનમાઈના મંગેતર રાણાએ ઓઈલ ઈન્ડિયા લિમિટેડના પીઆર ઓફિસર તરીકે પોતાની બોગસ ઓળખ બતાવી હતી અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં નોકરી આપવાના બહાને કરોડોની છેતરપિંડી કરી હતી. આ દરમિયાન આસામના નગાંવ જિલ્લામાં તૈનાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે છેતરપિંડીમાં સંડોવાયેલા તેના મંગેતર વિરુદ્ધ હ્લૈંઇ નોંધી હતી અને તેની ધરપકડ કરી હતી. આટલુ જ નહી તેને નૌગાંવ પોલીસને સોંપ્યો હતો અને જેલ પાછલ ધકેલ્યો હતો. બંનેએ ગયા વર્ષે ઓક્ટોબરમાં જ સગાઈ કરી હતી. આ કપલને આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા. આરોપીઓએ ચતુરાઈથી સબ ઈન્સ્પેક્ટરને પણ જાળમાં ફસાવ્યા હતા. આરોપી જાન્યુઆરી ૨૦૨૧માં સબ-ઇન્સ્પેક્ટર જાેનમાઇને મળ્યો હતો. તે સમયે તે માજુલીમાં પોસ્ટેડ હતી. ત્યાં મહિલા પોલીસને પોતાના પ્રેમમાં ફસાવી હતી. થોડા મહિનાઓ પછી, આ બંનેએ તેમના પરિવારના આશીર્વાદ સાથે સગાઈ કરી લીધી હતી. નૌગાંવમાં પોસ્ટ કર્યા પછી, જાેનમાઈને તેના મંગેતર રાણા પર શંકા હતી કે, તેની પાસે નોકરી નથી. તેણે મીડિયાને કહ્યું- તેની પાસે દેખીતી રીતે કોઈ નોકરી નથી, તેણે ખોટુ બોલીને સગાઇ કરી હતી. ત્યારબાદ ભાવિ પત્નીથી દૂર નથી રહેવું તેમ કહી જ્યાં તેનું ટ્રાન્સફર થયું છે ત્યાં ન જવા માંગતો હોવાનું બહાનું બતાવ્યું હતું. આ કેસમાં જાેનમાઇએ જણાવ્યું કે, હું ભગવાનનો આભાર માનુ છુ કે, મને આ મોટી સમસ્યામાંથી બચાવી લીધી, હું તમને બધાને વિનંતિ કરુ છુ કે, જાે કોઇ તમારી સાથે કંઇક ખોટુ કરે છે તો તેને સજા જરુર અપાવજાે.શા માટે પોતાના જ ભાવિ પતિની ધરપકડ કરવી પડી તે સવાલ ઘણાના મનમાં ઊભો થતો હશે. આ ઘટના નૌગાંવ પોલીસ સ્ટેશનની છે. જ્યાં પોસ્ટેડ મહિલા સબ-ઇન્સ્પેક્ટર જાેનમાઇ રાભાએ છેતરપિંડીના કેસમાં તેના મંગેતર રાણા પગાગની ધરપકડ કરી છે. કથિત રીતે, રાણા પગાગે લોકોને ખોટા પરિચય આપીને અને તેમને ખોટી નોકરી આપવાનું બહાનું આપીને પૈસા પડાવી લીધા હતા. આ કેસમાં જાેનમાઈએ તેના મંગેતરની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *