Delhi

આ રીતે ચેક કરી શકો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું લિસ્ટ

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો ૧૨મો હપ્તો તમારા અકાઉન્ટમાં નાખશે. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના અનુસાર, ૧૭ અને ૧૮ ઓક્ટોબરના રોજ કૃષિ સ્ટાર્ટઅપ કોન્ક્‌લેવ અને કિસાન સમ્મેલન ૨૦૨૨ દરમિયાન પ્રધાનમંત્રી મોદી તેની જાહેરાત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી અમુક ખેડૂતો સાથે વાત પણ કરી શકે છે. કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી ૧૧ હપ્તા ખેડૂતોને મોકલવામાં આવ્યા છે. આ પહેલા છેલ્લો હપ્તો ૩૧ મેના રોજ અકાઉન્ટમાં નાખવામાં આવ્યો હતો. બીજાે હપ્તો આવતા પહેલા ખેડૂતોએ બેનિફિશિયરી લિસ્ટ અને અકાઉન્ટ સ્ટેટસ ચેક કરી લેવું જાેઈએ. અહીં ખેડૂતોને જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ ઘરેબેઠા કેવી રીતે બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરી શકે છે. સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ ॅદ્બૌજટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ પર જવું. અને આ વેબસાઈટના હોમપેજ પર ‘કિસાન કોર્નર’ પર ક્લિક કરો. અને હવે ‘લાભાર્થી સૂચી’ વિકલ્પ પર ક્લિક કરો. તેના પછી તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી ભરો. આ તમામ ડિટેલ્સને ભર્યા પછી, ‘રિપોર્ટ પ્રાપ્ત કરો’ પર ક્લિક કરો અને તમને સંપૂર્ણ યાદી મળી જશે. લાભાર્થીની સ્થિતિની તપાસ કેવી રીતે કરવી? તેના માટે પણ સત્તાવાર વેબસાઈટ ॅદ્બૌજટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ પર જવું. હોમપેજ પર ‘કિસાન કોર્નર’ સેક્શન પર ક્લિક કરો. હવે ‘લાભાર્થી સ્થિતિ’ ટેબ પર ક્લિક કરો. પીએમ કિસાન યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારને દર ચાર મહિને ૨,૦૦૦ રૂપિયા મળે છે અને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા મળે છે. આ પૈસા દર વર્ષે ત્રણ હપ્તા એપ્રિલ-જુલાઈ, ઓગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર માર્ચમાં આપવામાં આવે છે. આવા ખડૂત પરિવારને પેન્શન પ્રદાન કરવા માટે ડિસેમ્બર ૨૦૧૮માં પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી, જેને નાણાકીય જરૂર હો. કોઈપણ સરકારી યોજનનાં કેટલાક માનપદંડ હોય છે, જેના આધાર લાભ આપવામાં આવે છે. પીએમ કિસાન યોજના માટે નાના અને સીમાંત કિસાન પાત્ર છે. તે સિવાય તમામ ભૂમિરાધારક ખેડૂકો પરિવવાર, જેમનું નામે ખેતી યોગ્ય ભૂમિ છે, યોજના અંતર્ગત સાભ પ્રાપ્ત કરલાને પાત્ર છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *