Delhi

ઇડીએ દિલ્હી શરાબ નીતિ કેસમાં ૨ ફાર્મા કંપનીના વડાની કરી ધરપકડ

નવીદિલ્હી
દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત છેતરપિંડી સંબંધિત કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (ઈડ્ઢ) એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) વધુ એક કાર્યવાહી કરી છે. દિલ્હી શરાબ નીતિ કેસમાં કાર્યવાહી કરતા ઇડીએ બે ફાર્મા કંપનીઓના વડા શરદ રેડ્ડી અને વિનોય બાબુની ધરપકડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ઇડી હવે આ બંને આરોપીઓની પૂછપરછ કરશે. જણાવી દઈએ કે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પણ આ જ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે અને ભૂતકાળમાં તેમના પીએની પૂછપરછ કરવામાં આવી હતી. હકીકતમાં, મની લોન્ડરિંગ હેઠળ દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસ કરી રહેલી ઇડીએ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા આંધ્રપ્રદેશ-તેલંગાણા મૂળના રહેવાસીઓ શરદ રેડ્ડી અને વિનોય બાબુની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી બિઝનેસમેન શરદ રેડ્ડીને કરોડો રૂપિયાનો દારૂનો બિઝનેસ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ રેડ્ડી ઓરોબિંદો ફાર્મા નામની કંપનીના વડા છે, જ્યારે વિનોય બાબુ પરનોડ રિકોર્ડ નામની ફાર્મા કંપનીના વડા છે. દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં ઇડીએ અગાઉ સપ્ટેમ્બરમાં દેશના સૌથી પ્રખ્યાત દારૂના વેપારી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. તેની ધરપકડ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીએ સમીર મહેન્દ્રુની અનેક વખત પૂછપરછ કરી હતી. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૧-૨૨માં આબકારી મંત્રી મનીષ સિસોદિયા દિલ્હી સરકારની જૂની દારૂની નીતિની તુલનામાં નવી નીતિ લાવ્યા હતા. તપાસ એજન્સીએ તેમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. જણાવી દઈએ કે અગાઉ, ઈડ્ઢ એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે રદ કરાયેલી એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના અંગત સહાયકની પૂછપરછ કરી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે ઇડીએ દેવેન્દ્ર શર્માની પૂછપરછ કરી હતી અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઁસ્ન્છ) હેઠળ તેમનું નિવેદન નોંધ્યું હતું.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *