Delhi

ઇડીએ રક્ષા બુલિયનના ગુપ્ત લોકરોમાંથી સોના-ચાંદી કર્યું જપ્ત…આટલા કિમતનું છે સોનું

નવીદિલ્હી
ઇડીએ (ઈડ્ઢ)બુધવારે પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ કંપની સાથે જાેડાયેલા મામલામાં મની લોન્ડ્રીંગની તપાસના સિલસિલામાં મુંબઈ સ્થિત રક્ષા બુલિયન (ઇટ્ઠાજરટ્ઠ મ્ેઙ્મઙ્ર્મૈહ)અને ક્લાસિક માર્બલ્સના ચાર પરિસરોમાં સર્ચ અભિયાન કર્યું હતું. ઇડીએ આ કંપનીના ગુપ્ત લોકરોમાંથી ૯૧.૫ કિલો સોનું અને ૩૪૦ કિલો ચાંદી જપ્ત કરી છે. ઇડીએ આ પૂરી કાર્યવાહીમાં કુલ ૪૩૧ કિલોગ્રામ સોના-ચાંદી જપ્ત કરી છે. જેની કિંમત ૪૭ કરોડ રૂપિયાથી વધારે બતાવવામાં આવી રહી છે. સંઘીય એજન્સીએ આ સંબંધમાં એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અંગત લોકરોની તપાસ દરમિયાન એ માહિતી સામે આવી કે જે લોકરનું સંચાલન ઉચિત માનદંડોનું પાલન કર્યા વગર કરવામાં આવી રહ્યું હતું. કોઇ કેવાયસીનું પાલન કરવામાં આવ્યું ન હતું અને પરિસરમાં કોઇ સીસીટીવી કેમેરા ન હતો. પરિસરમાં આવતા જતા લોકોનું કોઇ રજિસ્ટર ન હતું. ૨૦૧૮માં પારેખ એલુમિનિક્સ લિમિટેડ કંપની સામે ૨૨૯૬ કરોડ રૂપિયાનો લોન ફ્રોડ અને મની લોન્ડ્રીંગનો મામલો સામે આવ્યો હતો. આ મામલાની તપાસમાં રક્ષા બુલિયન્સ અને ક્લાસિક માર્બલમાં પૈસા રુટ હોવાની લિંક સામે આવ્યા પછી ઇડીએ આ કાર્યવાહી કરી હતી. આ પરિસરમાં કુલ ૭૬૧ લોકર હતા. જેમાં ત્રણ રક્ષા બુલિયનના હતા. ઇડીએ જણાવ્યું કે લોકરોને ખોલવા પર બે લોકરોમાં ૯૧.૫ કિલોગ્રામ સોનાની ઇટ અને ૧૫૨ કિલોગ્રામ ચાંદી મળી આવી હતી. જેને જપ્ત કરી લેવામાં આવી છે. આ સિવાય રક્ષા બુલિયનના પરિસરથી ૧૮૦૦ કિલોગ્રામ ચાંદી પણ જપ્ત કરવામાં આવી છે. એજન્સીના મતે જપ્ત કરાયેલી સોના-ચાંદીની કુલ કિંમત ૪૭.૭૬ કરોડ રૂપિયા છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *