નવીદિલ્હી
ઈટાલીમાં કોરોના કેસમાં એક દિવસના મામલામાં નવો રેકોર્ડ બન્યો હતો કારણ કે બુધવારે ૧૮૯,૧૦૯ કેસ નોંધાયા હતા જ્યારે ગુરુવારે કોરોનાના ૨૧૯,૪૪૧ નવા કેસ નોંધાયા હતા.કોરોના વાયરસ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે અને અત્યાર સુધીમાં ૩૦૦ કરોડથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે આ રોગચાળાને કારણે ૫૪ લાખથી વધુ લોકોએ ઝપેટમાં આવી મૃત્યુ થયું છે. ત્યારે ઇટલી પર પણ કોરોનાનો છે કારણ કે એક દિવસમાં પ્રથમ વખત અહીં ૨ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. ઈટલીના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૧૯,૪૪૧ નવા કેસ સામે આવ્યા છે. અને આ એક દિવસમાં કોરોના કેસમાં સૌથી વધુ વધારો છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ગઈકાલથી અત્યાર સુધીમાં ૧૧.૩ લાખથી વધુ કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસથી સંબંધિત મૃત્યુની દૈનિક સંખ્યા ૨૩૧ થી ઘટીને ૧૯૮ થઈ ગઈ છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં વાયરસ ફેલાયો ત્યારથી ઇટાલીમાં કોરોનાવાયરસને કારણે ૧૩૮,૪૭૪ લોકો મોત થયા છે અને અત્યાર સુધીમાં લગભગ ૭૦ લાખ કેસ નોંધાયા છે.દેશમાં હવે કુલ કેસોની સંખ્યા ૬૯.૭ લાખને વટાવી ગઈ છે, જ્યારે દેશમાં લગભગ ૧૬ લાખ કોરોના વાયરસના દર્દીઓ છે, જેમાંથી ૧,૪૬૭ દર્દીઓ હાલમાં હોસ્પિટલોમાં (ૈંઝ્રેં)માં સારવાર લઈ રહ્યા છે. ચર્ચા અને ઉગ્ર વિરોધ પછી, ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીએ આરોગ્ય પાસને રસી પાસમાં બદલવા માટેનું બિલ અપનાવ્યું,જે રસી વગરના લોકોને જાહેર સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ મૂકે છે.એસેમ્બલીમાં સાંસદોએ બિલને સમર્થનમાં ૨૧૪ અને વિરુદ્ધમાં ૯૩ વોટ જ્યારે ૨૭ વોટ (ગેરહાજર) સાથે મંજૂર કર્યા હતા. સંસદમાંથી અંતિમ મંજૂરી મેળવતા પહેલા તે આવતા અઠવાડિયે સેનેટમાં જશે. દક્ષિણ અમેરિકન દેશ મેક્સિકોમાં મૃત્યુઆંક ૩ લાખની નજીક પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, મેક્સિકોમાં કોરોનાને કારણે વધુ ૧૨૮ લોકોના મોત થયા છે, જેનાથી મૃત્યુઆંક ૨૯૯,૯૩૩ પર પહોંચી ગયો છે. આજેર્ન્ટિનામાં પણ કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થયો છે. આજેર્ન્ટિનાએ ગુરુવારે સતત ત્રીજા દિવસે રેકોર્ડ સંખ્યામાં ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ લગભગ ૧૧૦,૦૦૦ (૧૦૯,૬૦૮), કેસ નોંધ્યા,કારણ કે દક્ષિણ અમેરિકન દેશ અત્યંત ચેપી ઓમિક્રોન પ્રકારને કારણે રોગચાળાના ત્રીજી લહેરનો સામનો કરી રહ્યો છે. આજેર્ન્ટિનાએ તાજેતરના મહિનાઓમાં તેના રસીકરણ અભિયાનને વેગ આપ્યો છે. દેશમાં આ ઝુંબેશની શરૂઆત સ્પુટનિક વી રસી સાથે થઈ હતી, ત્યારબાદ એસ્ટ્રાઝેનેકા અને સિનોફાર્મા અને પછીથી, કેનસિનો, ફાઈઝર અને મોડર્ના રસી ઉમેરવામાં આવી છે.