નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીની પ્રતિમાની તસવીર ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ હાજર રહેશે. ૨૩ જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિ પર હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરાશે. “એવા સમયે જ્યારે સમગ્ર દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મને એ જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે.”વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. ઁસ્ મોદીએ ટિ્વટ કરીને આ જાણકારી આપી હતી. ઁસ્ મોદીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ભારત સરકારે ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ પર પ્રજ્વલિત જ્યોતને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોત સાથે મર્જ કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય પર કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે.
