નવીદિલ્હી
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ થૂંકીને રોટલી અને નાન બનાવતો જાેવા મળી રહ્યો હતો. વ્યક્તિનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. વાયરલ વીડિયો ગાઝિયાબાદના સિહાનીગેટ વિસ્તારમાં એક ચિકન કોર્નરનો જણાવવામાં આવી રહ્યો હતો, ત્યારે, વીડિયો સામે આવ્યા બાદ વહીવટીતંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું હતું. આ રીતે થૂંકીને ભોજન રાંધતા વ્યક્તિનો વીડિયો જાેઈને બધા લોકો ગુસ્સે થયા છે. આ મામલાની ગંભીરતા સમજીને પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી.તાજેતરમાં રોટલી અથવા શાક બનાવતી વખતે તેના પર થૂંકવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, પછી હોબાળો થયો ત્યારે આવા લોકોની ઓળખ કરવામાં આવી અને પછી કાર્યવાહી કરવામાં આવી. પરંતુ હજુ પણ કેટલાક લોકો સુધરવાનું નામ લઈ રહ્યા નથી. આવો જ એક વીડિયો ફરી સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે અને આ વીડિયોમાં કોઈ રોટલી કે શાકમાં થૂંકતું નથી, પરંતુ કપડાં પર કોગળા કરીને ઈસ્ત્રીથી કપડાને પ્રેસ કરવામાં આવે છે. જાે કે કપડા કોગળા કરનાર વ્યક્તિ કોણ છે અને કયા ધર્મ કે સ્થળનો છે તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ આ વીડિયોમાં જે પણ આવું કરી રહ્યું છે, સોશિયલ મીડિયા પર લોકો તેની પર આકરા પ્રહારો કરી રહ્યા છે.