Delhi

એક રિક્ષામાંથી ૨૭ લોકો નીકળતો વિડીયો વાયરલ થયો

નવીદિલ્હી
વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે ગ્રામીણ વિસ્તારમાં એક પોલીસકર્મી ઓટો રોકે છે અને જ્યારે મુસાફરોને બહાર નીકળવાનું કહે છે ત્યારે એક પછી ૨૭ જેટલા લોકો નીકળે છે જેમાં વૃદ્ધો અને બાળકો પણ સામેલ છે. પોલીસે આ ઓટોનું ચલણ કાપ્યું અને વીડિયો હાલ વાયરલ થતા લોકો યૂઝર્સ પણ જાત જાતની કમેન્ટ્‌સ કરી રહ્યા છે. આ વીડિયો જેણે પણ જાેયો તેના હોશ ઉડી ગયા. કારણ કે એક ઓટોમાં વધુમાં વધુ કેટલા સવાર હોય… ૬ વ્યક્તિ પરંતુ આ જે ઓટો હતી તેમાંથી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ નહીં પરંતુ ૨૭ જેટલા લોકો નીકળ્યા. વીડિયોને દ્બીદ્બીજ.હ્વાજ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી અપલોડ કરાયો છે. એક વ્યક્તિએ કમેન્ટ પણ કરી. આને ઓટો કેમ કહો છો, જિલ્લો જાહેર કેમ નથી કરી દેતા. વીડિયો પણ ભાત ભાતના રિએક્શન આવી રહ્યા છે. તમે છાશવારે જાેયું હશે કે બસ કે ટ્રેનમાં સીટો ઓછી હોય છે પણ બેસનારા વધુ હોય છે. જેમ તેમ કરીને તેઓ બસમાં કે રિક્ષામાં બેસી જાય છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જેણે પણ જાેયો તેના હોશ ઉડી ગયા. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે જ્યારે પોલીસકર્મીએ આ ઓટોને રોકી અને તેમાંથી એક પછી એક પેસેન્જરને બહાર કાઢવાના શરૂ કર્યા તો હાજર બધાના હોશ ઉડી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *