Delhi

એરિકા પેકર્ડે ટોપલેસ તસ્વીર શેર કરતા લોકોમાં રોષ

નવીદિલ્હી
રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. આ ફોટોશૂટના કારણે રણવીર સિંહની વિરુદ્ધ મુંબઈ સહિત અન્ય જગ્યાએ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ બીજી તરફ બોલિવૂડના સ્ટાર્સ પણ એક્ટરને સપોર્ટ કરી રહ્યા છે. અર્જુન કપૂરથી માંડી આલિયા ભટ્ટ સુધીના ઘણા સેલેબ્સે રણવીર સિંહનો સપોર્ટ કર્યો છે. એક તરફ જ્યાં રણવીર સિંહના ફોટોશૂટને લઈને વિવાદ હજી શાંત પણ નથી થયો અને હવે એક અન્ય અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોઝથી સનસની મચાવી દીધી છે. હવે ‘ખતરો કે ખિલાડી ૧૨’ ફૅમ એરિકા પેકર્ડે સો.મીડિયામાં એક સેમી ન્યૂડ તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેનો ટોપલેસ અંદાજ જાેઈ શકાય છે. એરિકાએ ફોટો શેર કરીને રણવીર સિંહ અંગે વાત કરી હતી. તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને ડેનિમ પહેર્યું છે. યુઝર્સે અભિનેત્રીની વિરુદ્ધ એફઆઈઆરની માગણી કરી છે. એરિકાની તસવીર આવ્યા બાદ સો.મીડિયા યુઝર્સે વિવિધ પ્રતિક્રિયા આપી હતી. તસવીર પર કમેન્ટ કરતાં એક્ટ્રેસ રિદ્ધિમાએ કહ્યું હતું કે ઓહ મમાસિટા. અન્ય એક યુઝરે એરિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની માગણી કરી હતી. બીજાએ કહ્યું હતું, ‘એક ઊભરતો રાષ્ટ્રીય મુદ્દો’ એરિકાએ આ ફોટોશૂટ રણવીર સિંહમાંથી પ્રેરણા લઈને કરાવ્યું છે. હાલમાં જ રણવીરે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટને કારણે વિવાદ પણ થયો હતો. રણવીર વિરુદ્ધ અશ્લીલતા ફેલાવવાનો આરોપ મૂકીને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. ‘પેપર મેગેઝિન’ને આપેલા ઇન્ટરવ્યુમાં રણવીર સિંહે કહ્યું હતું કે તે ફિઝિકલી ઘણી જ સરળતાથી ન્યૂડ થઈ શકે છે. જાેકે તેણે તેનાં કેટલાંક પર્ફોર્મન્સમાં એટલાં માટે કપડાં ઉતાર્યાં હતાં કે ચાહકો તેના આત્માને જાેઈ શકે. તેણે એમ પણ કહ્યું હતું કે તેને હજારોની સામે નેક્ડ થવામાં કોઈ વાંધો નથી. જાેકે, ઘણી વખત લોકો અસહજ થઈ જતા હોય છે. એરિકા ઇન્ડિયન મોડલ, એક્ટ્રેસ છે. તે હાલમાં જ રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી ૧૨’માં જાેવા મળી હતી. જાેકે, તે પહેલા જ વીકમાં બહાર નીકળી ગઈ હતી. એરિકા બોલિવૂડના લોકપ્રિય વિલન ગેવિન પેકર્ડની દીકરી છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *