નવીદિલ્હી
લોકરક્ષક દળની ભરતી માટે પરીક્ષા લેવાઈ રહી છે. આમ તો દૂધ નો દાજયો છાશ પણ ફૂંકીને પીવે તેવા હાલ તમામ ભરતી માટે પરીક્ષા બોર્ડના છે. ન્ઇડ્ઢની આ ભરતી માટે યોજાયેલી પરીક્ષામાં પણ કોઈ ગેરરીતિ કે ગેરવ્યવસ્થા ન સર્જાય તેને લઈને તંત્ર દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયુ. એટલી હદે કે, બુટ મોજા પહેરીને જઈ રહેલા ઉમેદવારોના બુટ અને મોજા કઢાવીને પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેથી કરીને પરીક્ષામાં ગેરરીતિને કોઈ અવકાશ ન રહે. આમ તો પોલીસ ભરતી માટે બે પક્ષે પરીક્ષા છે એવું કહી શકાય. એક તો ઉમેદવાર માટે પોલીસમાં ભરતી થવાની પરીક્ષા અને બીજા પક્ષે પાછલી કેટલીક ઘટનાઓને જાેતા કોઈપણ પેપરલીકની ઘટના ન બને અને કોઈ ગેરરીતિ વગર શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા લેવાય એ તંત્રની પણ પરીક્ષા છે. જેને લઈ તંત્ર પુરી તકેદારી રાખી રહયું છે. ઉમેદવારઓને ૧૨ વાગ્યાની પરીક્ષા છતાં ૯ઃ૩૦ વાગ્યાથી પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો. તમામ ઉમેદવારોને મહિલા અને પુરુષ એમ બે અલગ અલગ લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા હતા. ઁૈં અને ઁજીૈં કક્ષાના અધિકારીઓ દ્વારા લાઈનમાં ઉભા રહેલા ઉમેદવારોને સતત સૂચના આપવામાં આવી. આમ તો પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવાર પ્રવેશે ત્યારથી માંડીને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી વીડિયો રેકોર્ડિંગ અને સીસીટીવી કેમેરાથી તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત કેન્દ્રમાં પ્રવેશતા ઉમેદવારો મોબાઈલ લઈને પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી બહારથી ચેકીંગ કરવામાં આવ્યું. ઉમેદવાર સ્માર્ટ વોચ પહેરીને આવ્યા હોય તો તે વોચ પણ બહાર મુકાવી દેવામાં આવી. તેમજ પોતાની સાથે સાધન સામગ્રી લાવ્યા હોય તે બાજુમાં મુકાવવામાં આવી. ઉમેદવાર કેન્દ્રમાં પ્રવેશ કરે ત્યારે તેઓની રિસીપ્ટ ચેક કરવામાં આવી. સાથે કેન્દ્રમાં પ્રવેશ કર્યા બાદ બુટ અને મોજા પહેરીને આવેલા ઉમેદવારને અલગ કરવામાં આવ્યા. તેઓના બુટ મોજા કઢાવીને પણ ચેકિંગ કરવામાં આવ્યું જેથી કરીને ગેરરીતિને કોઈ અવકાશ ન રહે.