Delhi

એસ્સેલ ગ્રુપના ચેરમેન ડો.સુભાષ ચંદ્રાએ વિદ્યાર્થીઓને વર્તમાનમાં જીવવાની સલાહ આપી

નવીદિલ્હી
એસ્સેલ ગ્રુપના ચેરમેન અને રાજ્યસભા સાંસદ ડો. ચંદ્રાએ અહીં ડેયર ટૂ ડ્રીમ કાર્યક્રમને સંબોધિત કરતા વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર પણ આપ્યો હતો. ડો. ચંદ્રાએ કહ્યુ- ભૂતકાળમાં પસ્તાવો થાય છે અને ભવિષ્યના વિચાર ચિંતાઓ આપે છે. તેથી વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરો. તેમણે કહ્યું કે વર્તમાનમાં જીવો અને વાસ્તવિકતાનો સ્વીકાર કરો કારણ કે તે અડધા દુખોને દૂર કરી દે છે. પોતાનો અનુભવ જણાવતા ડો. સુભાષ ચંદ્રાએ જણાવ્યુ કે, ૨૧ મે ૧૯૨૬નો દિવસ હતો, જ્યારે તેમના પરદાદા (દાદાના પિતા જી) એ આ ગ્રુપની સ્થાપના કરી હતી. ત્યારબાદ પરિવારે અનેક ઉતાર-ચઢાવ જાેવા છે. ડો. ચંદ્રાએ કહ્યુ કે, આ કષ્ટોએ તે શીખ આપી છે કે દુખ દરેક જગ્યાએ છે, બધાએ તેમાંથી પસાર થવુ પડે છે, ભલે તે મોટા હોય કે નાના. મુંબઈની માઉન્ટ લિટેરા સ્કૂલ ઇન્ટરનેશનલમાં ગ્રેજ્યુએશન કરનાર આ બીજી બેચ ચે. પરંતુ સેલિબ્રેશન પ્રથમવાર થઈ રહ્યું છે, કારણ કે પાછલા વર્ષે કોવિડ-૧૯ મહામારીને કારણે કાર્યક્રમનું આયોજન થઈ શક્યું નહોતું. એસ્સેલ ગ્રુપના ચેરમેન અને રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ વિદ્યાર્થીઓને વર્તમાનમાં જીવવાની સલાહ આપી છે. ડો. ચંદ્રા શનિવારે મુંબઈની માઉન્ટ લિટેરા સ્કૂલ ઇન્ટરનેશનલની ક્લાસ ૨૦૨૨ની ગ્રેજ્યુએશન સેરેમની- ડેયર ટૂ ડ્રીમનો ભાગ બનવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યુ અને સાથે તે પરિવારજનોનો આભાર માન્યો, જેણે દેશની આ શાનદાર સ્કૂલ પર વિશ્વાસ વ્યક્ત કરતા બાળકોની સ્નાતક સ્તરના શિક્ષણ માટે પસંદ કરી હતી.

DR-Subhash-Chandra-University-DR-says-to-All-University-Students-Dont-worry-about-the-future-and-worry-about-the-past-just-live-and-enjoy-the-present.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *