Delhi

ઓડિસા અને આંધ્ર પ્રદેશમાં ચક્રવાત આવતા તંત્ર એલર્ટ પર

નવીદિલ્હી
હવામાન કચેરીએ ચક્રવાતી વાવાઝોડાને જાેતા આવતા સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. ઓડિશા સરકાર અનુસાર, હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ફાયર સર્વિસીસને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ ઉનાળામાં આ પ્રદેશે ચક્રવાતી તોફાનોનો સામનો કર્યો હતો. ઓડિશામાં ૨૦૨૧માં ‘યાસ’, ૨૦૨૦માં ‘અમ્ફાન’ અને ૨૦૧૯માં ‘ફાની’ જેવા ચક્રવાતો આવ્યા હતા. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં પ્રેશર ક્ષેત્રમાં ફેરવાઈ રહ્યો છે અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઇ શકે છે. તે ૧૦ મે સુધીમાં દરિયાકાંઠે પહોંચી શકે છે. મહાપાત્રાએ કહ્યું, ‘અમે હજુ સુધી અનુમાન નથી કર્યું કે તે ક્યાં ટકરાશે. અમે તેના નોક દરમિયાન પવનની સંભવિત ગતિનો પણ કોઈ ઉલ્લેખ કર્યો નથી. ઓડિશા સ્પેશિયલ રિલીફ કમિશનર પીકે જેનાએ કહ્યું, “અમે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સની ૧૭ ટીમો અને ફાયર વિભાગની ૧૭૫ ટીમોને બોલાવી છે. આ સિવાય નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સત્તાવાળાઓને કોઈપણ ઈમરજન્સી માટે ૧૦ વધુ ટીમો તૈયાર રાખવા વિનંતી કરવામાં આવી છે. જેનાએ કહ્યું કે ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડને દરિયામાં માછીમારોની હિલચાલ પર નજર રાખવા માટે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. મહાપાત્રાએ કહ્યું, ‘૭ મેના રોજ દબાણ ક્ષેત્રની રચના પછી જ ભારતીય હવામાન વિભાગ ચક્રવાત તેના પવનની ગતિ, કઇ જગ્યાએ ત્રાટકશે તે વિશે માહિતી આપી શકે છે. ૯ મેથી દરિયામાં ઉછળતા ઊંચા મોજાને કારણે માછીમારોએ ત્યાં ન જવું જાેઈએ. અમારું અનુમાન છે કે ચક્રવાતી તોફાન દરમિયાન પવનની ઝડપ ૮૦-૯૦ કિમી પ્રતિ કલાકની રહેશે. ફાયર સર્વિસના મહાનિર્દેશક એસ કે ઉપાધ્યાયે જણાવ્યું કે ફાયર બ્રિગેડના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. જેનાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરને એલર્ટ કરવામાં આવ્યા છે અને તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની અને આગામી સપ્તાહની શરૂઆતમાં આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, લો પ્રેશર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને શનિવાર સુધીમાં દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર પ્રેશરના વિસ્તારમાં વધારો થાય તેવી શક્યતા છે. રવિવાર સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.

IMD-Odisa-Cylone-NDRF-ODRAF-Ready.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *