નવીદિલ્હી
સાંસદ ઓવૈસીને મારવા માંગે છે. ઓવૈસી ભલે રાષ્ટ્રવાદી ન હોય પણ તે દેશભક્ત છે. ફરક માત્ર એટલો છે કે ઓવૈસી આપણા દેશની રક્ષા કરશે પણ તે માનતા નથી કે હિંદુઓ અને મુસ્લિમોના ડીએનએ એક જ છે. આપણે તેમની સ્પષ્ટવક્તા દલીલોને સમજવી જાેઇએ આ રીતે હુમલો કરી કોઇને બોલતા રોકી ન શકાય. સુબ્રમણ્યમ સ્વામી ઓવૈસી પર આ અભિપ્રાય આપી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૬માં તેમણે કહ્યું હતું કે ઓવૈસી દેશભક્ત છે કારણ કે તેઓ વિદેશમાં ભારતનો બચાવ કરે છે. જાે કે તેઓ રાષ્ટ્રવાદી નથી કારણ કે તેઓ તેમના પૂર્વજાેને હિંદુ તરીકે સ્વીકારતા નથી. જણાવી દઈએ કે ગુરુવારે સાંજે સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મેરઠથી પરત ફરતી વખતે છિઝરસી ટોલ પ્લાઝા પર તેમની કાર પર ૪ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઓવૈસીએ કહ્યું કે મેરઠથી પરત ફરતી વખતે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરીને યુપી પોલીસે બે આરોપી સચિન પંડિત અને શુભમની ધરપકડ કરી છે. આ બંનેને શુક્રવારે કોર્ટે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. યુપી પોલીસે કહ્યું છે કે બંને આરોપીઓ ઓવૈસીના નિવેદનથી નારાજ હતા. બંને આરોપીઓ ઓવૈસીનો પીછો કરી આ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ કેન્દ્ર સરકારે ઓવૈસીને ઢ શ્રેણીની સુરક્ષા આપી છે, પરંતુ ઓવૈસીએ સુરક્ષા લેવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓએ કહ્યું કે આરોપીઓ પર ેંછઁછ લગાવી દેવો જાેઈએ.
