નવીદિલ્હી
કમલ હાસન સ્ટારએ તમામ ભાષાઓમાં પહેલાં જ કેટલાંક રેકોર્ડ તોડી નંબર હાંસેલ કરી લીધા છે. અને ફક્ત ૨ દિવસમાં સહેલાઇથી ૮૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ તેનાં નંબરની સાથે બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. ‘વિક્રમ’નાં વાવાઝોડામાં અક્ષય કુમારની ફિલ્મ ફેકાઇ ગઇ છે. તેનું કલેક્શન ઘણું ઓછું છે. શરૂઆતનાં વલણની સરખામણીએ વિક્રમે તેનાં પહેલાં રવિવારે શાનદાર કલેક્શ કર્યું છે. શરૂઆતી ટ્રેડ નંબરની વાત કરીએ તો, ‘વિક્રમ’ ઘરેલું બોક્સ ઓફિસ પર પર રિલીઝનાં ત્રીજા દિવસે આશરે ૩૧-૩૨ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં ૧૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. વિક્રમે ૧૨૦-૧૩૦ કરોડ રૂપિયાનાં ખર્ચામાં તૈયાર કરવામાં આવી છે જ્યારે સામે અક્ષય કુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’નું નિર્માણ ૩૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે થયું છે. જાેકે, બંનેનાં બજેટમાં ડબલ કરતાં પણ વધારેનો ફરક છે. જ્યાં અક્ષય કુમારની ફિલ્મે ૩ ગિવલમાં ૩૯ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે કમલ હાસન સ્ટાર ૧૦૦ કરોડ ક્લબમાં શામેલ થઇ ચૂકી છે. વિક્રમે પહેલાં દિવસે વર્લ્ડ વાઇડ ૫૦ કરોડ રૂપિયા અને બીજા દિવસે ૩૬ કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. જે સાથે કૂલ કમાણી ૮૪.૭૫ કરોડ થઇ હતી. જે બાદ ત્રીજા દિવસની કમાણી તેમાં જાેડવામાં આવે તો કૂલ બિઝનેસ ૧૫૦ કરોડથી વધુનો થઇ ચુક્યો છે. તેમ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ તેની ટિ્વટમાં ઝણાવ્યું છે. તેમણે ટિ્વટમાં માહિતી આપી છે કે, ‘વિક્રમ’ ૧૫૦ કરોડ ક્રોસ કરી ચૂકી છે. આ એક પેન ઇન્ડિયા ફિલ્મ છે જેનું નિર્દેશન ન્ર્ાીજર દ્ભટ્ઠહટ્ઠખ્તટ્ઠટ્ઠિદ્ઘ એ કર્યું છે રમેશ બાલાએ આ અંગે વધુ એક ટિ્વટ કરી છે જમાં તેમણે બીસ્ટ અને વાલીમાઇ બાદ ૨૦૨૨ની ઈંકર્ણાટક બોક્સ ઓફિસ પર ૧૦ કરોડનો કૂલ આંકડો પાર કરનારી ત્રીજી તમિલ ફિલ્મ થઇ હોવાનું જણાવ્યું છે.કમલ હાસન સ્ટારર વિક્રમ સિલ્વર સ્ક્રીન પર આવી ત્યારથી રેકોર્ડ બ્રેકિંગ મોડમાં છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલ પણ મહત્વની ભૂમિકામાં છે. તમિલ ફિલ્મ અક્ષય કુમારની મોટા બજેટ બોલિવૂડ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ સાથે ટકરાઈ છે, જેની મુખ્ય મહિલા અભિનેત્રી ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર છે. ઉપરાંત, આદિવી શેષની ‘મેજર’ પણ તાજેતરમાં જ રીલિઝ થઈ છે, તેમ છતાં વિક્રમની આ બંને ફિલ્મોના પ્રથમ દિવસની શરૂઆત અદ્ભુત રહી હતી.