નવીદિલ્હી
ભારતમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માતમાં દોઢ લાખ લોકોનો ભોગ લેવાઈ જાય છે. જેમાંથી ૬૫ ટકા લોકોની ઉંમર ૧૮થી ૩૪ વર્ષની વચ્ચે હોય છે. હાલમાં ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યાં હતા. અને યાત્રા દરમિયાન અકસ્માતમાં ૨ લોકોના મૃત્યુ થયા. આવી ઘટના પછી કારને વધુ સુરક્ષિત બનાવવા પર જાેર આપવમાં આવી રહ્યું છે. સરકાર પણ કારને વધુ સુરક્ષિત બનાવવા પર જાેર આપી રહી છે. જેને લઈને કારમાં ૬ એરબેગ અનિવાર્ય કરવા પર જાેર આપવામાં આવી રહ્યું છે. પરંતુ જાે આપની પાસે એવી કાર છે જેમા એરબેગ નથી અને આપ સુરક્ષા માટે એરબેગ નંખાવવા માગો છો તો શું એ શક્ય છે કે નહીં. તે સવાલનો જવાબ આપને આજે મળશે. ઘટના દરમિયાન જાેરદાર ઝાટકો લાગતો હોય છે. એરબેગ યાત્રિકોને છાતી, મોઢા અને માથાના સુરક્ષા આપે છે. સામાન્ય ભાષામાં આનું કામ ડેશબોર્ડ, સ્ટિયરીગં અને કાચ વચ્ચે ગાદીની દીવાલ ઉભી કરવાનું છે. જેનાથી ગંભીર ઈજા થવાની શક્યતા ઘટી જય છે. તમામ કાર કંપની કારમાં એરબેગ ત્યારે આપે છે જ્યારે સારી રીતે ટેસ્ટ કરવામાં આવે છે. તમામ કાર માટે અલગ અલગ રીતે એરબેગ ડિઝાઈન કરવામાં આવે છે. જે પછી કારનો ક્રેશ ટેસ્ટ પણ કરવામાં આવે છે. અને એમા સફળતા મળે તે પછી જ એરબેગ નાખવામાં આવે છે. પરંતુ જાે આપ બહારથી એરબેગ નંખાવો છો તો આપને ક્રેશ ટેસ્ટનું ઓપ્શન નહીં મળે. અને શક્યતા છે જરૂરિયાતના સમયે એરબેગ ના પણ ખુલે. અને એવી પણ શક્યતા છે કે જ્યારે જરૂર ના હોય ત્યારે પણ એરબેગ ખુલી જાય. એટલે બહારથી એરબેગ નંખાવવામાં રિસ્ક છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાલમાં જ જણાવ્યું કે એરબેગની કિંમત ૯૦૦ રૂપિયા સુધીની હોય છે. પરંતુ જાે આપ બહારથી એરબેગ નંખાવો છો તો આપને વધુ ખર્ચો કરવો પડે તેવી શક્યતા છે. આપની કારનું સ્ટેયરિંગ હટાવીને નવું સ્ટેયરિંગ લગાવી શકો છો જેમાં પહેલાથી જ એરબેગ લાગેલી હોય. અને એ પણ ગણતરીની ગાડીઓમાં જ શક્ય છે. એસ્ટિમેટ કાઢો તો કદાચ એક કાર જેટલો ખર્ચ થઈ જાય.


