Delhi

કાશ્મીર મુદ્દે દેશની ઘણી કંપનીઓએ પોસ્ટ શેર કરતા લોકો ભડક્યા તો માફી માંગી

નવીદિલ્હી
કાશ્મીર મુદ્દે પોસ્ટ કરીને હ્યુન્ડાઈએ વિવાદ સર્જ્‌યા બાદ ફૂડ ચેન કેએફસીની પાકિસ્તાન ફ્રેન્ચાઇઝીએ પણ કાશ્મીર મુદ્દે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરી વિવાદ સર્જ્‌યો છે. જાે કે સૌશિયલ મીડિયા પર ભારતીય લોકોએ આ અંગે સખત નારાજગી વ્યક્ત કરીને કેએફસીના બોયકોટ સુધીની માંગ થવા લાગતાં કંપનીને ભૂલ સમજાઈ હતી અને સોશિયલ મીડિયાના હેન્ડલ્સ પર માફી માંગી લીધી છે. આ દરમિયાન પિત્ઝા હટ તરફથી પણ પાકિસ્તાનના એજન્ડાને આગળ વધારતી સામગ્રી પોસ્ટ કરી હોવાની વાત સામે આવી છે. જાે કે હાલના તબક્કે આ તમામ મામલે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કેએફસીની પાકિસ્તાનની ફ્રેન્ચાઇઝીએ પોતાના સોશિયલ મીડિયાના વેરિફાઇડ હેન્ડલ્સ પરથી કાશ્મીરના અલગતાવાદીઓનું સમર્થન કર્યું હતું. કંપનીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે કાશ્મીર કાશ્મીરીઓનું છે. જાે કે આ પોસ્ટ બાદ ભારતીયો તરફથી ઉગ્ર વિરોધ થતાં કેએફસીએ પોતાના ભારતના હેન્ડલ્સ પરથી જણાવ્યું હતું કે અમે ભારતની બહારના કેએફસીના સોશિયલ મીડિયા ચેનલ્સ મારફત થયેલી પોસ્ટ અંગે માફી માંગીએ છીએ. અમે ભારતનું સમ્માન કરીએ છીએ અને તમામ ભારતીયોની ગર્વ સાથે સેવા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. હ્યુન્ડાઈ મોટર્સની પાકિસ્તાની ફ્રેન્ચાઇઝીએ કાશ્મીરના મુદ્દે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ વિવાદની શરૂઆત કરી હતી. આ પોસ્ટ સામે પણ ટિ્‌વટર પર ભારે વિરોધ થયો હતો. વિરોધ બાદ હ્યુન્ડાઈ ઈન્ડિયા મોટર લિમિટેડએ નિવેદન કર્યું હતું કે હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાને અન્વોન્ટેડ સોશિયલ મીડિયા પોસ્ટ સાતે ના જાેડો. અણે એવા દૃષ્ટિકોણની ટીકા કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *