Delhi

કિરોન પોલાર્ડના શોટથી ભારતીય ખેલાડી ઘાયલ

ન્યુદિલ્હી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ્‌૨૦ શ્રેણી ભારતીય ટીમ અને ભારતીય ચાહકોની અપેક્ષા મુજબ અથવા ઈચ્છા મુજબ શરૂ થઈ. ટીમ ઈન્ડિયાએ કોલકાતામાં રમાયેલી પ્રથમ ્‌૨૦ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને ૬ વિકેટે હરાવીને શ્રેણીની સારી શરૂઆત કરી હતી. ભારતના પ્રવાસ પર વેસ્ટ ઈન્ડિઝની ટીમની આ સતત ચોથી હાર છે. ભારતીય ટીમ માટે આ મેચમાં લગભગ બધું જ સારું રહ્યું હતું. જાે કે, તેમ છતાં, મેચ દરમિયાન આવી બે ઘટનાઓ બની, જેણે ટીમ ઈન્ડિયાને કંઈક ટેન્શન આપ્યું હતુ. ટીમ ઈન્ડિયાને આ ટેન્શન આપવાનું કામ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડે કર્યું, જેના બે જાેરદાર શોટથી ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ ઈજાના જાેખમમાં મુકાઈ ગયા છે. ફાસ્ટ બોલર દીપક ચહર અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર, ટીમ ઈન્ડિયાના આ બે ખેલાડી છે જે કિરોન પોલાર્ડના નિશાના પર આવ્યા હતા. પોલાર્ડ આ મેચમાં કોઈ મોટી ઈનિંગ રમી શક્યો નહોતો તે માત્ર ૨૪ રન જ બનાવી શક્યો હતો, પરંતુ આ નાની ઈનિંગે ભારતને ટેન્શન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સના અંતે પોલાર્ડે એવા બે પાવરફુલ શોટ રમ્યા, જેને રોકવાનો પ્રયાસ કરતી વખતે ચહર અને અય્યર ઈજાગ્રસ્ત થયા. પહેલી ઘટના બની ૧૭મી ઓવરમાં. જેમાં પોલાર્ડે લોંગ ઓન તરફ જબરદસ્ત શોટ રમ્યો, જ્યાં વેંકટેશ અય્યર ઊભો હતો. પરંતુ બોલ એટલો ઝડપી હતો કે તે વેંકટેશના હાથમાંથી સરકી ગયો અને બાઉન્ડ્રીની પાર જતો રહ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના ખાતામાં ચાર રન મળ્યા અને બીજી તરફ અહીં અય્યર પીડાતો જાેવા મળ્યો. વેંકટેશ બાદ દીપક ચહરનો વારો હતો, જે ૧૯મી ઓવરમાં પોલાર્ડના શોટના નિશાન પર આવ્યો હતો. ૧૯મી ઓવરમાં, પોલાર્ડે ભુવનેશ્વરના બોલ પર શોટ રમ્યો, પરંતુ સ્ક્વેર લેગ પર ઊભેલા ચહરે તેને રોકવાનો પ્રયાસ કર્યો. ચહરના હાથને કારણે બોલ બાઉન્ડ્રી તરફ ન ગયો, પરંતુ બોલ તેના જમણા હાથમાં જાેરથી વાગ્યો. તે પણ પીડાથી પરેશાન દેખાતો હતો અને મેદાન છોડી ગયો હતો. આ કારણે તે પોતાનો ક્વોટા પૂરો કરી શક્યો નહીં અને માત્ર ૩ ઓવર જ કરી શક્યો. જાેકે વેંકટેશ બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે ૧૩ બોલની ઈનિંગમાં અણનમ ૨૪ રન બનાવ્યા હતા. વેંકટેશે છેલ્લે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. જાે કે હાલમાં બંનેની ઈજાની સ્થિતિ અંગે મ્ઝ્રઝ્રૈં તરફથી કોઈ અપડેટ નથી આપી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, બંને ખેલાડીઓનું સ્કેનિંગ કરવામાં આવશે અને ત્યારપછી જ ખબર પડશે કે તેઓ શ્રેણીમાં આગળ રમી શકશે કે નહીં. સીરીઝની બીજી મેચ ૧૮ ફેબ્રુઆરીએ રમાવાની છે.

keron-pollard-shot-indian-player-injerd.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *