નવીદિલ્હી
ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કામ કરવાની રીત/પદ્ધતિ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તે માટે તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. પત્રમાં વિનય કુમાર સક્સેનાએ લખ્યું છે કે ઉપરાજ્યપાલ પાસે અપ્રૂવલ અથવા સૂચનો માટે આવનાર ફાઈલો પર મુખ્યમંત્રીના હસ્તાક્ષર હોતા નથી, માત્ર જૂનિયર અધિકારીઓના હસ્તાક્ષર હોય છે. તેમણે કહ્યું કે, ફાઈલો પર જૂનિયર અધિકારીના હસ્તાક્ષર હોય છે અથવા લખ્યું હોય છે કે સીએમ સાહેબે ફાઈલ જાેઈ લીધી છે અથવા એપ્રૂવ કરી દીધી છે. ઉપરાજ્યપાલે પત્રમાં ઓફિસ મેન્યુઅલનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે માત્ર વિશેષ અને અતિ આવશ્યક પરિસ્થિતિમાં, મંત્રી યાત્રા પર હોય કે પછી બિમાર હોય અથવા મંત્રીની એપ્રૂવલ ફોન પરથી લેવામાં આવી હોય તેવી સ્થિતિમાં ખાનગી સચિવ લેખિતમાં આપી શકે છે અને મંત્રી ઓફિસ જ્વોઈન કરવા પર તેમની એપ્રૂવલ લઈ શકે છે. ઉપરાજ્યપાલે પત્રમાં તે પણ લખ્યું છે કે, પાછલા કેટલાક મહિનાઓથી સતત આવી સ્થિતિ બનેલી છે. એવામાં માત્ર અધિકારીઓના હસ્તાક્ષર સાથે ફાઈલ મોકલવાથી બચવું જાેઈએ, કેમ કે આનાથી એક ભ્રમની સ્થિતિ ઉભી થશે કે મુખ્યમંત્રીએ ફાઈલ જાેઈ લીધી છે, એપ્રૂવ કરી છે કે નથી. એક પ્રભાવી શાસન માટે તે ખુબ જ જરૂરી છે કે પ્રસ્તાવ પર મારા સૂચનો અથવા એપ્રૂવલ માટે મોકલવામાં આવતી ફાઈલો પર હસ્તાક્ષર જરૂર કરવામાં આવે. સાથે જ ઉપરાજ્યપાલે કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ હસ્તાક્ષર કરી રહ્યાં નથી કેમ કે ભવિષ્યમાં કોઈ પણ વિવાદની સ્થિતિ ઉભી થાય છે તો તેઓ પોતાને દૂર રાખી શકે છે.
