Delhi

કેજરીવાલે દિલ્હીની ૫૮ મેડલ જીતનાર દિવ્યાની મદદ કરી નથી

નવીદિલ્હી
ગુજરાતમાં ચૂંટણીમાં જીત મેળવવા માટે મોટી-મોટી જાહેરાતો કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દેશ માટે મેડલ જીતનાર દિલ્હીની મહિલા રેસલરની છેલ્લા પાંચ વર્ષથી મદદ કરી રહ્યાં નથી. હાલમાં સમાપ્ત થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કરનાર મહિલા રેસલર દિવ્યા કાંકરાને જણાવ્યું કે, તેમની ક્યારે મુખ્યમંત્રી કેજરીવાલ સાથે મુલાકાત થઈ હતી. હકીકતમાં દિવ્યાએ મેડલ જીત્યો તો કેજરીવાલે ટ્‌વીટ કરી શુભેચ્છા આપી હતી. તેના પર દિવ્યાએ દિલ્હી સરકાર દ્વારા કોઈ પ્રકારની મદદ ન કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. દિવ્યા કાકરાને જણાવ્યું કે વર્ષ ૨૦૧૭મા મેડલ જીત્યા બાદ તેની મુલાકાત કેજરીવાલ સાથે થઈ હતી. ખેલાડીએ કહ્યું- વર્ષ ૨૦૧૭માં મેડલ જીત્યા બાદ હું મુખ્યમંત્રી કેજરીવાલને મળી હતી. તેમણે મને વિશ્વાસ અપાવ્યો કે જાે હું લેખિતમાં તેમની પાસે મદદ માંગુ તો જરૂર આપવામાં આવશે. મેં લેખિતમાં રજૂઆત કરી પરંતુ હજુ સુધી મારો સંપર્ક કર્યો નથી. તેમણે કોઈ પ્રકારની મદદ કરી નથી. તેમણે યાત્રા, પોષણ વગેરેમાં કોઈ વસ્તુની મદદ કરી નથી. દિવ્યાએ કહ્યું કે હું લાંબા સમયથી રેસલિંગ કરી રહી છું. મેં યુવતીઓ સાથે કુશ્તી કરી તો મને કોઈએ પૈસા ન આપ્યા એટલે હું મારા પોષણ માટે છોકરાઓ સાથે કુશ્તી કરી. વર્ષ ૨૦૧૭ સુધી મેં દિલ્હીને ૫૮ મેડલ અપાવ્યા. દિવ્યાએ આગળ કહ્યું કે હું ગરીબ પરિવારમાંથી આવુ છું. મારી પાસે યાત્રા કરવાના પણ પૈસા નહોતા. ખેલાડીએ પોતાના ખરાબ દિવસોને યાદ કરતા કહ્યું કે હું ટ્રેનમાં બનેલા ટોયલેટની પાસે બેસી સફર કરતી હતી. દિલ્હી સરકારે અમારી મદદ કરી નહીં. મેં વર્ષ ૨૦૧૮થી યુપી માટે લડવાનું શરૂ કર્યું હતું. કુશ્તીની ખેલાડીએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૯માં ઉત્તર પ્રદેશ સરકારે મને રાણી લક્ષ્મી બાઈ એવોર્ડ આપ્યો. વર્ષ ૨૦૨૦માં તેમણે અમને આજીવન પેન્શન આપ્યું. પાછલા દિવસોમાં ૫૦ લાખ રૂપિયા અને ઓફિસર રેન્કનું પદ મને આપ્યું. યુપી સરકારે મારી મદદ કરી. હરિયાણા સરકારે પણ મારી મદદ કરી હતી. પરંતુ દિલ્હીની કેજરીવાલ સરકારે મદદ કરી નથી. ભારતીય યુવા રેસલર દિવ્યા કાકરાને કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ જીત માટે કેજરીવાલે તેને શુભેચ્છા આપી. તેના પર યુવા ખેલાડીએ કહ્યું કે શુભેચ્છા આપવા માટે આભાર મુખ્યમંત્રી, મારી તમને વિનંતી છે કે હું છેલ્લા ૨૦ વર્ષથી રહુ છું અને દિલ્હી માટે રમી રહી છું. પરંતુ હજુ સુધી સરકારે મને કોઈ મદદ કરી નથી.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *