નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર અને ત્રિપુરાની મુલાકાતે છે, જ્યાં તેઓ દ્વારા બંન્ને રાજ્યોને ઘણી ભેટ આપી છે. આ દરમિયાન પીએમએ મણિપુરમાં ૪૮૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચના ૨૨ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે. જેમાં આશરે રૂ. ૧૮૫૦ કરોડના ખર્ચના ૧૩ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને આશરે રૂ. ૨૯૫૦ કરોડના ખર્ચના ૯ પ્રોજેક્ટના શિલાન્યાસનો સમાવેશ થાય છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અગરતલામાં મહારાજા વીર બિક્રમ એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને બે મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનું પણ લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણીનો પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને કળા અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે. વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સત્તા મેળવવા માટે કેટલાક લોકો મણિપુરને ફરીથી અસ્થિર કરવા માંગે છે. આ લોકો આશા રાખતા હોય છે કે ક્યારે તેમને તક મળે અને ક્યારે તેઓ અશાંતિની રમત રમે. પરંતુ મણિપુરના લોકોએ તેમને ઓળખી લીધા છે. મણિપુરના લોકો અહીં વિકાસને અટકવા નહીં દે. ડબલ એન્જિન સરકારના સતત પ્રયાસોને કારણે આજે આ પ્રદેશમાં આતંકવાદ અને અસુરક્ષાની આગ નથી, પરંતુ શાંતિ અને વિકાસનો પ્રકાશ છે. સમગ્ર નોર્થ ઈસ્ટમાં સેંકડો યુવાનો હથિયાર છોડીને વિકાસની મુખ્ય ધારામાં જાેડાયા છે. જે કરારોની દાયકાઓથી રાહ જાેવાઈ રહી હતી, અમારી સરકારે તે ઐતિહાસિક કરારો પણ કરી બતાવ્યા છે. મણિપુર અવરોધિત રાજ્યમાંથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે માર્ગો પ્રદાન કરતું રાજ્ય બન્યું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમ્ફાલમાં રૂ. ૪,૮૦૦ કરોડથી વધુની કિંમતના ૨૨ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ ઈમ્ફાલથી મણિપુર અને ત્રિપુરા પ્રવાસની શરૂઆત કરી છે. અહીં તેમણે રૂ. ૪,૮૦૦ કરોડના ૨૨ પ્રોજેક્ટ શરૂ કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે, હવેથી થોડા દિવસો બાદ ૨૧ જાન્યુઆરીએ મણિપુરને રાજ્યનો દરજ્જાે મળ્યાના ૫૦ વર્ષ પૂર્ણ થશે. હાલમાં દેશ તેની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની પણ ઉજવણી કરી રહ્યો છે.
