Delhi

કેટલા છે ભારતમાં કોરોનાના વેરીએન્ટ્‌સ, શું ચીનમાં તબાહી મચાવનાર મ્હ્લ૭ ડરવાની જરૂર છે?..

નવીદિલ્હી
આ સમયે વિશ્વમાં આ સમયે ૫ કોરોના વેરિએન્ટ ચિંતાનું કારણ બનેલા છે. તેમાં સામેલ છે- આલ્ફા, બીટા, ડેલ્ટા, ગામા અને ઓમીક્રોન. આ સિવાય ૨ વેરિએન્ટ ઓફ ઇન્ટરસ્ટ મળ્યા છે- લામ્બડા (ઙ્મટ્ઠદ્બહ્વઙ્ઘટ્ઠ) અને સ્ેં પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં ૭ વેરિએન્ટના હજારો જીનોમ આશરે ૯૧ હજાર ૩૧૫ અને તેના ૪૦૯ લીનિએજ ભારતમાં જાેવા મળ્યા છે. હાલ જે મ્હ્લ ૭ વેરિએન્ટને લઈને ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે ચીનમાં તબાહીનું કારણ બની રહ્યો છે તે પણ ઓમિક્રોનનો વેરિએન્ટ છે. આ વેરિએન્ટ ઓક્ટોબર ૨૦૨૨થી ભારતમાં પણ છે. ભારતમાં આ સમયે સૌથી વધુ કોવિડ કેસ ઓમિક્રોન્ટ વેરિએન્ટના છે. ભારતમાં કોરોના વેરિએન્ટનું જીનોમ સિક્વેન્સિંગ કરનારી ટીમ સીએસઆઈઆરના પ્રિન્સિપલ વૈજ્ઞાનિક ડો. રાજેશ પાંડે પ્રમાણે જાે ભારતની મોટી વસ્તી વેક્સીનેડેટ ન હોત તો ઓમિક્રોનનો આ વેરિએન્ટ બીએફ ૭ ખતરનાક સાબિત થાત, પરંતુ હવે ખતરો એટલો મોટો નથી. ડો. પાંડેનું કહેવું છે કે ચીનમાં વેક્સીનેશનનું સ્ટાન્ડર્ડ ભારતના મુકાબલે ખુબ ઓછુ છે. ભારતીય વેક્સીન ખુબ અસરકારક છે અને તે મ્હ્લ ૭ વિરુદ્ધ અસરકારક સાબિત થઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના વડોદરામાં કોરોનાના મ્હ્લ.૭ વેરિએન્ટનો કેસ સામે આવ્યો હતો. ૬૧ વર્ષીય મહિલામાં મ્હ્લ.૭ વેરિએન્ટ જાેવા મળ્યો હતો. કોરોનાનો વેરિએન્ટ મળ્યા બાદ મહિલા ઘરમાં આઇસોલેટ હતી. ફાઇઝરની રસી લગાવ્યા છતાં મહિલા બીએફ ૭થી સંક્રમિત થઈ હતી. આ મહિલા ૧૧ નવેમ્બરે અમેરિકાથી વડોદરા આવી હતી. મહિલાના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *