નવીદિલ્હી
કેનેડાની સરકારે ઓપન વર્ક પરમિટના નિયમમાં મોટો બદલાવ કર્યો છે. કેનેડાએ ૨૦૨૩થી ઓપન વર્ક પરમિટધારકોને પરિવાર સાથે રાખવાની મંજૂરી આપી દીધી છે. ઓપન વર્ક પરમિટ વિદેશી નાગરિકોને કેનેડામાં કોઈપણ કંપની અને કોઈપણ નોકરીમાં કાયદાકીય રીતે કામ કરવાની મંજૂરી આપે છે. ઓપન વર્ક પરમિટધારકોમાં મોટી સંખ્યામાં ભારતીય સામેલ છે. ત્યારે સરકારના આ ર્નિણયનો સૌથી વધુ લાભ ભારતીયોને થવાનો છે. ‘ધ ટ્રિબ્યૂન’ના રિપોર્ટ પ્રમાણે, કેનેડાના આવ્રજન, શરણાર્થી તેમજ નાગરિકતા મંત્રી સેઆન ફ્રાસેરે શુક્રવારે કહ્યુ હતુ કે, ‘આજે અમે એક ઘોષણા કરી રહ્યા છીએ કે જે કંપનીઓ માટે મજૂરોને શોધવા અને પરિવાર સાથે રહેવા માટે સરળ બનાવશે. કારીગરો જ્યાં સુધી અહીં રહેશે ત્યાં સુધી પરિવારને સાથે રાખી શકશે. આજે હું ઘોષણા કરી રહ્યો છું કે, જુદા-જુદા પ્રકારના અસ્થાયી કાર્યક્રમોના માધ્યમથી આવેલા આવેદકના જીવનસાથી અને તેમના બાળકો માટે ઓપન વર્ક પરમિટમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યુ હતુ કે, આ નીતિ ૨ લાખથી વધુ શ્રમિકોના પરિવારને કેનેડામાં રાખવાની મંજૂરી આપશે. આ ઉપરાંત જે લોકો આવવાના છે તેઓ પણ પ્રિયજનને સાથે લાવી શકશે અને કામ કરી શકશે. અહીં આવ્યા પછી તેમના પરિવારજનો પણ કામ કરી શકશે. આ નીતિમાં ફેરબદલી સાથે આપ્રવાસન શરણાર્થી અને નાગરિકતા કેનેડાની આશા છે કે, ૧ લાખથી વધુ પતિ-પત્ની સાથે રહી શકશે. ફ્રાસેરના જણાવ્યા પ્રમાણે, આ નીતિ પરિવર્તન ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે જેથી લોકોને આવવા અને પરિવારજનોને સાથે રાખવા માટે મંજૂરી આપી શકાય. મંત્રી ફ્રાસેરના જણાવ્યા પ્રમાણે, પ્રથમ તબક્કામાં એ લોકો સામેલ છે કે જે અસ્થાયી વિદેશી કર્મચારી કાર્યક્રમ, ઇન્ટરનેશનલ મોબિલિટ પ્રોગ્રામ, પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પ્રોગ્રામમાં ઉચ્ચ વેતનધારાના માધ્યમથી આવે છે. નવા વર્ષની શરૂઆતમાં જ તે લોન્ચ કરવામાં આવે તેવી આશા છે. બીજા ચરણમાં ઓછા વેતનધારામાં આવતા લોકો માટે સમાન નિયમો સુધી પહોંચવાનો વિસ્તાર કરીને કોશિશ કરવામાં આવશે.
