Delhi

કેન્દ્રએ ફિટમેન્ટ પેક્ટરથી લઘુત્તમ વેતન થશે ૨૬૦૦૦

નવીદિલ્હી
કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યા છે. તેઓને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળનારી બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકે છે. હાલમાં કર્મચારીઓને ૨.૫૭ ટકાના આધારે ફિટમેન્ટ ફેક્ટર હેઠળ વેતન મળી રહ્યા છે. તેને વધારીને ૩.૬૮ ટકા કરવામાં આવી શકે છે. આમ થશે તો કર્મચારીઓનું લઘુત્તમ વેતન ૮,૦૦૦ રૂપિયા વધશે. આનો સીધો અર્થ એમ થશે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું લઘુત્તમ વેતન ૧૮,૦૦૦થી વધીને ૨૬,૦૦૦ રૂપિયા થઈ જશે. હવે જાે ફિટમેન્ટ ફેક્ટર વધારીને ૩.૬૮ ટકા કરવામાં આવ્યું તો કર્મચારીઓનું મૂળ વેતન ૨૬,૦૦૦ રૂપિયા આવશે. હાલમાં લઘુત્તમ વેતન ૧૮,૦૦૦ રૂપિયા છે. ભથ્થાંને જાેડવામાં આવે તો ૨.૫૭ ટકા ફિટમેન્ટ ફેક્ટર મુજબ ૪૬,૨૬૦ રૂપિયા મળી શકે છે. હવે જાે ફિટમેન્ટ ફેક્ટર ૩.૬૮ ટકા થઈ જાય તો વેતન સીધુ ૯૫,૬૮૦ રૂપિયા થઈ જશે. કેન્દ્રીય મંત્રીમંડળે જુન ૨૦૧૭માં ૩૪માં સંશોધન સાથે પગાર પંચની ભલામણોને મંજૂરી આપી હતી. તેમા એન્ટ્રી લેવલ બેઝિક પે સાત હજાર રૂપિયાથી વધારીને ૧૮,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું હતું. જ્યારે સચિવનો પગાર ૯૦,૦૦૦થી વધારીને ૨.૫ લાખ રૂપિયા કરવામાં આવ્યો હતો. ક્લાસ વનના અધિકારીઓનું પ્રારંભિક વેતન ૫૬,૧૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. હવે સરકાર ક્યારે આ ર્નિણય જાહેર કરે તેની રાહ જાેવાય છે. ફક્ત કેન્દ્ર સરકાર જાહેર કરે તેનાથી વાત પતતી નથી. એક વખત કેન્દ્રની જાહેરાત થાય તેના પછી દરેક રાજ્યોની રાજ્ય સરકારો પણ તેમની નાણાકીય સ્થિતિ મુજબ તેને અનુસરતી હોય છે.કેન્દ્ર સરકારની આગામી સમયમાં અમલી બનનારી દરખાસ્તથી કેન્દ્રીય કર્મચારીઓનું લઘુત્તમ વેતન ૨૬,૦૦૦ થઈ જશે. સરકાર લીલી ઝંડી આપશે તો ૧૮,૦૦૦ રૂપિયાનો બેઝિક સેલેરી મેળવનારાઓનું લઘુત્તમ વેતન ૨૬૦૦૦ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *