નવીદિલ્હી
મોદી સરકારના બજેટમાં ગામ, ગરીબ, ખેડૂત પર ફોકસ દર્શાવવામાં આવ્યું હતું. ઘઉં ડાંગર માટે ખેડૂતોના ખાતામાં ૨.૩૭ લાખ કરોડ સ્જીઁ ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર કેમિકલ ફ્રી ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપશે. સરકાર કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ અને ગ્રામીણ સાહસોને નાણાં આપશે. મોદી સરકારના બજેટમાં ગરીબોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પીએમ આવાસ યોજના હેઠળ આ વર્ષે ૮૦ લાખ નવા મકાનો બનાવવામાં આવશે. હર ઘર નલ સે જલ યોજના હેઠળ ૩ કરોડ ૮૦ લાખ પરિવારોને આવરી લેવામાં આવશે.આના માટે ૬૦ હજાર કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. જ્યાં સુધી સામાન્ય માણસની વાત છે તો તેના સંદર્ભે બજેટમાં ખાસ કંઈ નહોતું.સરકારે આવકવેરાના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ દેશના યુવાનો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.સામાન્ય બજેટમાં ૭૬ લાખ નવી નોકરીઓનું વચન આપવામાં આવ્યું છે. સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે મોટા પગલા લીધા છે. પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન દ્વારા રોજગારની તકો ઉભી કરવામાં આવશે. એકલા રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીનું ફંડ લગભગ ૨ લાખ કરોડ રૂપિયા છે. સરકારે સંરક્ષણ બજેટમાં પણ વધારો કર્યો છે. આ વખતે ૫.૨૫ લાખ કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે બજેટમાં ડિજિટલ ઈન્ડિયાનું વિઝન પણ દેખાઈ રહ્યું છે. દેશમાં ડિજીટલ યુનિવર્સિટી સ્થપાશે ૭૫ જીલ્લાઓમાં ડીજીટલ બેંકીંગ શરૂ કરવામાં આવશે. ચિપ આધારિત ઈ-પાસપોર્ટ વર્ષ ૨૦૨૨-૨૩માં લાગુ કરવામાં આવશે. એક રાષ્ટ્ર, એક નોંધણી યોજના શરૂ કરવામાં આવશે. આનાથી બિઝનેસ કરવામાં સરળતા રહેશે. આ વર્ષના બજેટમાં સરકારે નવી ડિજિટલ કરન્સી લાવવાની જાહેરાત કરી છે. પરંતુ મોટી વાત એ છે કે સરકાર ડિજિટલ વર્ચ્યુઅલ એસેટ્સ પર પણ ૩૦% ટેક્સ લગાવશે. તમે આ બજેટની મોટી બાબતો સમજી ગયા છો. પરંતુ કોઈ મંત્રાલયને કેટલા પૈસા મળ્યા? કઈ યોજના માટે કેટલું ફંડ ફાળવવામાં આવ્યું છે તે સમજવું પણ જરૂરી છે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં ખર્ચ માટે ૩૯ લાખ કરોડની ફાળવણી કરી છે. જેમાંથી ૫.૨૫ લાખ કરોડ રક્ષા મંત્રાલય માટે ફાળવવામાં આવ્યા છે. કોરોના સમયગાળા દરમિયાન આરોગ્ય ક્ષેત્ર માટે ૨.૩૮ લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. ઉપભોક્તા અને ખાદ્ય મંત્રાલય માટે બે લાખ સત્તર હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એ જ રીતે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય માટે ૨ લાખ કરોડનું ફંડ રાખવામાં આવ્યું છે. જાે કૃષિ મંત્રાલયની વાત કરીએ તો સરકારના બજેટમાં એક લાખ બત્રીસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં એક લાખ ૩૮ હજાર કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. રેલ્વે મંત્રાલય માટે એક લાખ ચાલીસ હજાર કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય માટે ૧ લાખ ૮૫ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી. એ જ રીતે, સંચાર મંત્રાલય માટે ૧ લાખ ૫ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે જ્યારે રાસાયણિક ખાતર મંત્રાલય માટે ૧ લાખ ૭ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે. સરકારનું ફોકસ નાના અને મધ્યમ વેપારીઓ એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ સેક્ટર પર પણ છે. આ વખતે બજેટમાં સ્જીસ્ઈ સેક્ટરને ૧ લાખ ૩૦ હજાર કરોડનું વધારાનું ફંડ આપવામાં આવશે. તેવી જ રીતે વિજ્ઞાન અને પર્યાવરણ માટે અંદાજે ૧૭ હજાર ૨૫૦ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.