Delhi

કેન્દ્રિયમંત્રી નિતિન ગડકરીની જાહેરાતથી લોકો થયા પ્રસન્ન

નવીદિલ્હી
કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીની કાર્યશૈલીની દરેક જણ પ્રશંસા કરે છે. તેમના મંત્રાલય તરફથી પાથરવામાં આવેલા રોડ, એક્સપ્રેસ વે અને ફ્લાઇઓવરના જાળથી પરિવહન ખૂબ જ સુગમ થઇ ગયું છે. થોડા દિવસો પહેલાં ઇલેક્ટ્રિક વાહનોને લઇને એવી જાહેરાત કરી હતી કે કાર અને બાઇક ચલાવનારાઓ દ્રારા તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે જાે કોઇ વ્યક્તિ દ્રારા ખોટી રીતે રસ્તા પર ઉભા કરવામાં આવેલા વાહનનો ફોટો મોકલો છો, તો તેને ૫૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. સરકાર જલદી આ પ્રકારે એક કાયદો લાવવા જઇ રહે છે. આ જાહેરાત વિશે જ્યારે લોકોએ સાંભળ્યું તો તેને કમાણીનું જાેરદાર માધ્યમ ગણાવ્યું. આ ઉપરાંત ખોટી રીતે પાર્કિંગ કરનાર વાહન માલિકને તેના પર ૧,૦૦૦ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. કેન્દ્ર સરકાર દ્રારા આ કાનૂનને લાવ્યા બાદ રસ્તા પર થનાર ટ્રાફિક જામ અને અકસ્માતોમાં ઘટાડાની આશા છે. કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ગુરૂવારે આ વિશે જાણકારી આપી. તેમણે એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે તે રસ્તા પર ખોટી રીતે વાહન પાર્ક કરવાની પ્રવૃતિને રોકવા માટે એક કાયદો લાવવા પર વિચાર કરી રહી છે. નિતિન ગડકરીએ કહ્યું કે ‘હું એક કાયદો લાવવનો છું કે રોડ જે વાહન ઉભા રહેશે, તેના પર ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તો બીજી તરફ ખોટી રીતે ઉભા કરેલા વાહનનો ફોટો મોકલનારને તેમાંથી ૫૦૦ રૂપિયા આપવામાં આવશે. મંત્રી આ વાત પર નારાજગી વ્યક્ત કરી કે લોકો પાર્કિંગ માટે વ્યવસ્થા ઉભી કરતા નથી. તેમણે કહ્યું તેના બદલે તે લોકો પોતાના વાહન રસ્તા પર ઉભા કરે છે. હળવા અંદાજમાં કહ્યું કે ‘નાગપુરમાં મારા રસોયા પાસે બે સેકન્ડ હેન્ડ વાહન છે. આજે ચાર સભ્યોના પરિવાર પાસે છ કાર હોય છે. એવું લાગે છે કે દિલ્હીના લોકો ભાગ્યશાળી છે. અમે તેમના વાહન ઉભા કરવા માટે રસ્તો બનાવ્યો છે.

India-People-happy-with-Nitin-Gadkaris-announcement.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *