Delhi

કેન્દ્ર સરકારની વન રેન્ક વન પેન્શન નીતિને સુપ્રિમ કોર્ટે સાચી ઠેરવી

નવીદિલ્હી
કેન્દ્ર સરકારે ૭ નવેમ્બર ૨૦૧૫ના રોજ વન રેન્ક વન પેન્શન સ્કીમની સૂચના બહાર પાડી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ યોજના ૧ જુલાઈ, ૨૦૧૪ થી અમલી માનવામાં આવશે. આ પહેલા ૧૬ ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્રની અતિશયોક્તિ ઓરોપ નીતિ પર આકર્ષક ચિત્ર દોરે છે, જ્યારે આટલું બધું સશસ્ત્ર દળોના પેન્શનરો માટે ઉપલબ્ધ નથી. તેના પર કેન્દ્રએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે આ કેબિનેટ દ્વારા લેવામાં આવેલ ર્નિણય છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે અત્યારે ર્ંઇર્ંઁની કોઈ વૈધાનિક વ્યાખ્યા નથી.સુપ્રીમ કોર્ટે બુધવારે નિવૃત્ત સૈનિકોને લાગુ પડતી વન રેન્ક વન પેન્શન નીતિને સમર્થન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાં કોઈ બંધારણીય ઉણપ નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે પોલિસીમાં ૫ વર્ષમાં પેન્શનની સમીક્ષા કરવાની જાેગવાઈ છે, જે એકદમ યોગ્ય છે. સરકારે ૧ જુલાઈ, ૨૦૧૯ની તારીખથી પેન્શનની સમીક્ષા કરવી જાેઈએ. ૩ મહિનામાં બાકી રકમ ચૂકવવા પણ નિર્દેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરજદાર ઇન્ડિયન એક્સ-સર્વિસમેન મૂવમેન્ટએ ૨૦૧૫ની વન રેન્ક વન પેન્શન પોલિસીના સરકારના ર્નિણયને પડકાર્યો હતો. આમાં તેમણે દલીલ કરી હતી કે ર્નિણય મનસ્વી છે. કારણ કે તે વન રેન્ક વન પેન્શન માટે અલગથી વર્ગ બનાવે છે અને અસરકારક રીતે તે રેન્કને અલગ અલગ પેન્શન આપે છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, સૂર્યકાન્ત અને વિક્રમ નાથની બેન્ચે કહ્યું કે વન રેન્ક વન પેન્શન અંગેના કેન્દ્રના ર્નિણયમાં કોઈ ખામી નથી અને અમે સરકારની નીતિ વિષયક બાબતોમાં દખલ કરવા માંગતા નથી. કોર્ટે નિર્દેશ આપ્યો કે સરકારે ૧ જુલાઈ, ૨૦૧૯ની તારીખથી પેન્શનની સમીક્ષા કરવી જાેઈએ. ૩ મહિનામાં બાકી રકમ ચૂકવો. એક્સ-સર્વિસમેન એસોસિએશન દ્વારા દાખલ કરાયેલી અરજીમાં ભગતસિંહ કોશ્યરી સમિતિ દ્વારા પાંચ વર્ષમાં એક વખત સામયિક સમીક્ષાની વર્તમાન નીતિને બદલે સ્વચાલિત વાર્ષિક સુધારણા સાથે વન રેન્ક-વન પેન્શન લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.

Suprim-Court-of-India.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *