નવીદિલ્હી
કેન્દ્રની મોદી સરકારે દેશના ગરીબ અને આર્થિક રીતે પછાત લોકો માટે વિવિધ યોજનાઓ રજૂ કરી છે. તેમાંથી એક ઁસ્ સ્વાનિધિ યોજના છે. આ યોજના હેઠળ રૂ. ૧૦,૦૦૦ સુધીની નાણાકીય મદદ શેરી વિક્રેતાઓને આપવામાં આવે છે. જાે તમે આ લોન સમયસર ચૂકવો છો તો સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે તમારા મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવાની જરૂર છે.આ યોજના હેઠળ રૂ. ૧૦,૦૦૦ શેરી વિક્રેતાઓને એક વર્ષ માટે કોઈપણ ગેરંટી વિના આપવામાં આવે છે. તમે માસિક ધોરણે લોનની ચુકવણી કરી શકો છો. જાે શેરી વિક્રેતા પીએમ સ્વાનિધિ યોજનામાં લોનની નિયમિત ચુકવણી કરે છે તો તેને વાર્ષિક ૭% ના દરે વ્યાજ પર વ્યાજ સબસિડી આપવાની જાેગવાઈ છે. વ્યાજ સબસિડીની રકમ ત્રિમાસિક ધોરણે લાભાર્થીના બેંક ખાતા ડી.બી.ટીમાં સીધી મોકલવામાં આવશે.કોરોના રોગચાળાએ નાના ઉદ્યોગો અને રોજમદાર શ્રમજીવીઓને સૌથી વધુ અસર કરી છે. હવે આ ઉદ્યોગ ધીમે ધીમે ફરી શરૂ થયો છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ ફેરિયાઓ કે સ્ટ્રીટ વેન્ડર તરીકે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમનો વેપાર ધંધો શરૂ થયો નથી. આવા લોકોએ પરેશાન થવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર રૂ. ૧૦ હજારની નાણાકીય સહાય સીધી તેમના ખાતામાં જમા કરી રહી છે, યોજના હેઠળ લોન લેનારનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે. આ લોન ફક્ત તે જ લોકોને મળશે જેઓ ૨૪ માર્ચ, ૨૦૨૦ ના રોજ અથવા તે પહેલા પોતાનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કર્યો હશે યોજના માર્ચ ૨૦૨૨ સુધી માન્ય છે તેથી જલ્દી પ્રક્રિયા પૂર્ણ કરો. સ્ટ્રીટ વેન્ડર, શહેરી હોય કે અર્ધ-શહેરી કે ગ્રામીણ આ લોન મેળવી શકે છે. આ લોન પર વ્યાજ સબસિડી આપવામાં આવે છે અને રકમ ત્રિમાસિક ધોરણે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કોઈ ગેરંટીની જરૂર નથી.