Delhi

કોંગ્રેસની ભારત જાેડો યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત, આ કારણે લેવાયો ર્નિણય..

નવીદિલ્હી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં તામિલનાડુના કન્યાકુમારીથી કાશ્મીર સુધી ૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલી ભારત જાેડો યાત્રા દિવાળીના અવસર પર ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવશે. કોંગ્રેસના સંચાર વિભાગના વડા જયરામ રમેશે જણાવ્યું હતું કે દિવાળીના અવસર પર મુસાફરોની ટીમના મોટાભાગના સભ્યો તેમના ઘરે ગયા છે. તેથી દિવાળી સુધી યાત્રા સ્થગિત કરવાનો ર્નિણય લેવાયો છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી પણ દિવાળી પર દિલ્હી ગયા છે અને તેઓ ૨૬ ઓક્ટોબરે પાર્ટીના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રાજ્યાભિષેક પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. તેમણે જણાવ્યું કે, આ યાત્રા ૨૬ ઓક્ટોબર સુધી સ્થગિત કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, ૨૭ ઓક્ટોબરે તમામ પદયાત્રીઓ ફરીથી ભારત જાેડો યાત્રામાં જાેડાશે. રાહુલ ગાંધી ૨૭ ઓક્ટોબરે ફરીથી ભારત જાેડો યાત્રામાં પણ જાેડાશે. કોંગ્રેસની ભારત જાેડો યાત્રા ૭ સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. તાજેતરમાં ૧,૦૦૦ કિલોમીટરની સફર પૂર્ણ થઈ છે. સમગ્ર પ્રવાસ દરમિયાન, રાહુલ ગાંધી અને તેમના સાથીદારો વિવિધ માધ્યમો દ્વારા લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમની સાથે ખાસ પળો શેર કરી રહ્યા છે. જણાવી દઈએ કે, કર્ણાટકના માંડ્યામાં આ યાત્રામાં સોનિયા ગાંધીએ પણ ભાગ લીધો હતો.

Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *