Delhi

કોંગ્રેસની મેરેથોન રેલીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

નવીદિલ્હી
મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ આ મેરોથોનમાં ભાગ લઈ રહી હતી, ત્યારે દોડતી વખતે કેટલીક વિદ્યાર્થીનીઓ પડી ગઈ હતી. ત્યારબાદ ઘણી વિદ્યાર્થીનીઓ તેની સાથે ટકરાઈને તેના પર પડી ગઈ, તે પછી આયોજનકર્તા વિદ્યાર્થીનીની મદદથી છોકરીઓને ઉભી કરે છે. મળતી માહિતી મુજબ કેટલીક વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજા પણ થઈ છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર જાેર આપી રહ્યા છે. તેમને આ ચૂંટણીમાં મહિલાઓને ૪૦ ટકા ટિકિટ આપવાનો વાયદો કર્યો છે. તે સિવાય છોકરીઓને સ્કૂટી, મોબાઈલ સહિત તમામ વાયદા કર્યા છે. તે રાજ્યના અલગ અલગ ભાગોમાં મહિલાઓ સુધી પહોંચવા માટે તમામ કાર્યક્રમોમાં ભાગ લઈ રહી છે.ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીની હલચલ તેજ થઈ ચૂકી છે. ત્યારે ઉત્તર પ્રદેશના બરેલીમાં કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલી મેરોથનમાં નાસભાગ મચી હતી. આ દરમિયાન ઘણી વિદ્યાર્થીનીઓ દબાઈ ગઈ હતી.યુવતીઓના ચંપલ પણ રસ્તા પર વેરવિખેર પડ્યા હતા. ત્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા અને પૂર્વ મેયર સુપ્રિયા એરને આ ઘટનાને રાજકીય ષડયંત્ર જણાવીને વાહિયાત નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે વૈષ્ણોદેવીમાં જ્યારે નાસભાગ મચી તો અહિંયા કેમ નહીં. સુપ્રિયા એરને કહ્યું કે જ્યારે વૈષ્ણોદેવીમાં નાસભાગ મચી શકે છે. પછી આ છોકરીઓ છે, આ માનવ સ્વભાવ છે. પરંતુ આ માટે હું મીડિયાકર્મીઓની માફી માંગુ છું. કોંગ્રેસના વધતા સમર્થનના કારણે આવું ષડયંત્ર પણ થઈ શકે છે.

Congress-Merethon-Rally.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *