નવીદિલ્હી
કોંગ્રેસ ન હોત તો દેશમાં કટોકટી લદાઈ ન હોત, શીખોનો હત્યાકાંડ સર્જાયો ન હોત, કાશ્મીરીઓએ કાશ્મીર ખીણમાંથી હિજરત કરવી પડી ન હોત, જાતિવાદી રાજકારણ ન હોત, દેશ અનેક સમસ્યાઓથી મુક્ત હોત તેવા આક્ષેપોનો મારો કરીને મોદીએ તેમનાં તીખા તેવર દર્શાવ્યા હતા. તેમણે રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં ભાષણ પર આભાર પ્રસ્તાવ વખતે સતત બીજા દિવસે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર શબ્દવેધી બાણ ચલાવ્યા હતા. મને લાગે છે કે કોંગ્રેસ ના હોતી તો ક્યા હોતાપ. કારણ કે મહાત્મા ગાંધી પણ જાણતા હતા કેપ. તેઓ કોંગ્રેસમાં ચાલુ રહેશે તો શું થશે અને તેથી જ તેઓ અગાઉ કોંગ્રેસને વિખેરવા માંગતા હતા. ગોવામાં ટૂંકમાં મતદાન યોજાવાનું છે ત્યારે મોદીએ નહેરુ અને તેમની નીતિઓને આડે હાથ લીધી હતી. ભારત આઝાદ થયું ત્યારે ગોવામાં પોર્ટુગીઝોનું રાજ હતું. ગોવાને મુક્ત કરાવવા રામ મનોહર લોહિયા સહિત કેટલાક લોકોએ સત્યાગ્રહ કર્યો હતો. નહેરુએ ગોવાને મુક્ત કરાવવા આર્મી મોકલવા ઇનકાર કર્યો હતો. તેમને આ વખતે પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાની ચિંતા હતી. મોદીએ કોંગ્રેસની ઝાટકણી કાઢતા કહ્યું કે કટોકટી વખતે લતાજીનાં ભાઈ હ્યદયનાથ, મજરૂહ સુલતાનપુરી, કિશોરકુમાર સાથે અન્યાય કરાયો હતો. હ્યદયનાથ મંગેશકરને ઓલ ઇન્ડિયા રેડિયોમાંથી કાઢી મુકાયા હતા. પંડિત નહેરુની ટીકા કરવા બદલ મજરૂહ સુલતાનપુરીને ૭ દિવસ જેલમાં પુરવામાં આવ્યા હતા. કટોકટી વખતે કિશોરકુમાર પર પ્રતિબંધ મુકાયો હતો. મોદીએ કહ્યું કે પરિવારવાદી પક્ષોથી દેશની લોકશાહી સામે ખતરો સર્જાયો છે. તેમણે ઇન્ડિયન કોંગ્રેસનું નામ બદલીને ફેડરેશન ઓફ કોંગ્રેસ કરવા સૂચન કર્યું હતું. કોંગ્રેસની સત્તાને કારણે દેશનાં લોકોએ પાણી, વીજળી, રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓ માટે વર્ષો સુધી રાહ જાેવી પડી હતી. મોદીએ કહ્યું કે કોંગ્રેસ પર અર્બન નક્સલોએ કબજાે કરી લીધો છે. જેમણે આજે કોંગ્રેસની વિચારધારા પર અંકુશ જમાવ્યો છે. આથી વર્ષો જૂની પાર્ટીની વિચારધારા નકારાત્મક થઈ ગઈ છે. કેન્દ્રમાં ૫૦ વર્ષનાં શાસનમાં કોંગ્રેસે કેટલાક પક્ષોની ૫૦થી વધુ રાજ્ય સરકારોને સત્તા પરથી ગબડાવી હતી. યુપીએનાં શાસનમાં ફુગાવો બે આંકડા પર પહોંચી ગયો હતો.