Delhi

કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ ફરીવાર ચૂંટણી પંચની સ્વતંત્રતા અને સ્વાયત્તતાનો મુદ્દો ઉઠાવ્યો

નવીદિલ્હી
કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ ફરીવાર ચૂંટણી પંચની સ્વતંત્રતા અને સ્વાયત્તતાનો મુદ્દો ઉઠાવ્યો છે. તિવારીએ લોકસભામાં આ અંગે ચર્ચા કરવા માટે એક પ્રાઈવેટ મેમ્બર બિલ પણ રજૂ કર્યું છે જે વડાપ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચનાની માંગ કરે છે. આ સમિતિમાં વિપક્ષી નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશને પણ સામેલ કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત આ બિલ તમામ રજિસ્ટર્ડ રાજકીય પક્ષોની આંતરિક ચૂંટણી સહિત તમામ રાજકીય પક્ષોના આંતરિક કામકાજને વિનિયમિત કરવા માટે ચૂંટણી પંચને વધુ શક્તિ આપવાની માંગ કરે છે. મનિષ તિવારીએ તર્ક આપ્યો છે કે મોટી સંખ્યામાં રાજકીય પક્ષોની આંતરિક કાર્યપ્રણાલી અને સંરચાઓ અત્યંત અપારદર્શક થઈ ગઈ છે અને તેના કામકાજને પારદર્શક, જવાબદાર અને નિયમ આધારિત બનાવવાની જરૂર છે. આ ખરડામાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટરી કમિશનરો માટે છ વર્ષના નિશ્ચિત કાર્યકાળ અને ક્ષેત્રિય કમિશનરો માટે નિયુક્તિની તારીખથી ત્રણ વર્ષની પરિકલ્પના કરવામાં આવી છે. આ પ્રાઈવેટ મેમ્બર બિલમાં વડાપ્રધાન, ગૃહમંત્રી, વિપક્ષી નેતા અથવા લોકસભા અને રાજ્યસભા બન્નેમાં સદનના નેતા તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ જજને સામેલ કરવાની માંગ કરવામાં આવી છે. તેમને આખી પ્રક્રિયા હેઠળ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હટાવી શકશે. આ ઉપરાંત સેવાનિવૃત્તિ બાદ તેઓ ભારત સરકાર, રાજ્ય સરકાર અને બંધારણ હેઠલ કોઈ પણ કાર્યાલયમાં પુનર્નિયુક્તિ માટે પાત્ર રહેશે નહીં. આ ખરડો ભારતના ચૂંટણી પંચને તમામ રાજકીય પક્ષોના આંતરિક કામકાજને વિનિયમિત કરવા, નજર રાખવાના આવશ્યક ઉપાય પ્રદાન કરવાની પણ માંગ કરે છે. ખરડામાં એક જાેગવાઈ કહે છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ હેઠળ તમામ રજિસ્ટર્ડ રાજકીય પક્ષોની આંતરિક ચૂંટણી સહિત આંતરિક કામકાજનું વિનિયમન ચૂંટણી પંચમાં નિહિત થશે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *