નવીદિલ્હી
ટિ્વટરને ટેકઓવર કર્યા બાદ કંપનીમાં છટણીનો સિલસિલો હજૂ પણ ચાલું છે. એલન મસ્કે ફરી એક વાર ટિ્વટરમાં માસ લેવલ પર છટણી કરી છે. ગત અઠવાડીયે ટિ્વટરે ૫૦ ટકા એટલે કે, ૩૮૦૦ કર્મચારીઓને કાઢી મુક્યા હતા. ત્યારે હવે ફરી એક વાર કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. એલન મસ્કે કથિત રીતે કોન્ટ્રાક્ટ બેસ પર કામ કરી રહેલા ૪૪૦૦ કર્મચારીઓને કાઢી મુક્યા છે. ઁઙ્મટ્ઠંકર્દ્બિીિ અને છર્ટૈજના રિપોર્ટ અનુસાર જાેઈએ તો માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્વટર હવે તે કર્મચારીઓની છટણી કરી રહ્યા છે, જે અનુબંધ પર છે. પ્લેટફોર્મરે કેસી ન્યૂટને ટિ્વટ કર્યું છે, એવું જાણવા મળ્યું છે કે, અમેરિકા અને વિદેશ બંને જગ્યા પર મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા ટિ્વટર સ્ટાફને આજે બપોરથી કોઈ પણ સૂચના આપ્યા વિના હટાવી દેવામાં આવ્યા છે. અઠવાડીયાના અંતમાં શરુ થયેલી આ છટણીની નવી લહેર પર હજૂ સુધી ટિ્વટર કે એલન મસ્કે કોઈ પ્રતિક્રિયા આપી નથી. કેટલાય લોકોને એવો અનુભવ થયો છે કે, હવે તેઓ આ કંપનીનો ભાગ નથી. કારણ કે તેઓ અચાનક જ ટિ્વટરની ઈંટરનલ સિસ્ટમ પણ ખોઈ ચુક્યા છે. ટિ્વટરે ઈંટરનલ સ્કેલ મેસેજિંગ પ્લેટફોર્મમાં પોસ્ટ પર એક સ્ટાફે કહ્યું કે, અમારી સાથે કામ કરનારા એક કોન્ટ્રાક્ટર્સમાંથી એક ચાઈલ્ડ સેફ્ટી વર્કફ્લોઝ વિના કોઈ નોટિફિકેશને હટાવી દેવામાં આવ્યા છે.