Delhi

કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારને આઈએમએની ચેતવણી

નવીદિલ્હી
કોરોનાના કેસ વધતા આઈએમએએ રાજ્ય સરકારને સૂચનો કર્યા છે કે, શરદી, ખાંસી, થાક લાગવો ઓમિક્રોનના લક્ષણો છે, લક્ષણો દેખાય તો તબીબની સલાહ લો, ટેસ્ટ કરાવો., કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું કડક રીતે પાલન કરાવો. સામાજીક અંતર, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરો. રાજ્યભરમાં રસીકરણ અભિયાન વધુ તેજ બનાવો. જાહેર સ્થળો પર બંને ડોઝ લેનારાને જ પ્રવેશ આપો. શાળા-કોલેજ અને રમત ગમતના સ્થળો પર કડકાઇ રાખો. ૧૫થી ૧૮ વર્ષના કિશોરોનું ફરજિયાત રસીકરણ કરાવો. સામાજીક અને રાજકીય મેડાવળાઓ પર પ્રતિબંધ લગાવો. ધાર્મિક, રાજકીય, સામાજીક પ્રસંગોમાં ૨૫ ટકા મર્યાદામાં મંજૂરી આપો. રેસ્ટોરન્ટ, સિનેમા, જીમમાં ૫૦ ટકા મર્યાદામાં જ મંજૂરી આપો. મંદિર અને બગીચામાં ૪૦ ટકા મર્યાદામાં જ મંજૂરી આપો. સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી સ્થિતિ મુજબ ર્નિણય લો. વિદેશી મુસાફરોના આગમન પર ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ ફરજિયાત કરો. વિદેશથી આવતા મુસાફરો માટે સમાન ક્વૉરન્ટાઇન પોલિસી બનાવો. પોઝિટિવ દર્દીઓનું ટ્રેકિંગ અને ટ્રેસિંગ વધુ કડક બનાવો. ૈંસ્છની ૧૧૫ શાખાના સભ્યો સરકારની મદદ માટે તૈયાર.વધી રહેલા સંક્રમણને પગલે ૈંસ્છએ રાજ્ય સરકારને સૂચન સાથે ગર્ભિત ભાષામાં ચેતવણી આપી છે. સરકારને સામાજીક તથા રાજકીય મેડાવળા બંધ કરવાની સલાહ આપી છે. સાથે જ સ્કૂલો ફરીથી ઓનલાઈન કરીને, રેસ્ટોરન્ટ તથા થિયેટરોમાં ૫૦ ટકા ક્ષમતા કરવા અનુરોધ કર્યો છે. એક તરફ ચિંતાજનક રીતે રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તો ઓમિક્રોનની આફત વચ્ચે ધાર્મિક, સામાજીક અને રાજકીય મેડાવળાઓ જાેરશોરથી ચાલી રહ્યા છે. ત્યારે ૭ મુદ્દાની એડવાઇઝરી જાહેર કરીને ૈંસ્છએ સરકારને કેટલાક પગલા ભરવા માટે સૂચનો કર્યા છે. જેમાં કોરોના ગાઇડલાઇનના કડક પાલન સાથે જાહેર સ્થળો પર બંને ડોઝ લેનારા લોકોને પ્રવેશ આપવાની સલાહ આપી છે. તો પબ્લિક પ્લેસ પર ફરજિયાત માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરની વ્યવસ્થા પર ભાર મુક્યો છે. તેમજ વિદેશથી આવતા મુસાફરો માટે નવી ક્વોરન્ટાઇન પોલિસી બનાવીને, ઇ્‌-ઁઝ્રઇ ફરજિયાત કરવા સૂચન કર્યું છે. ૈંસ્છ નો દાવો છે કે ઓમિક્રોન અત્યંત ચેપી વેરિઅન્ટ છે, ત્યારે આવી સંભવિત ખતરાની સ્થિતિમાં સરકારની મદદ માટે તેઓની ૧૧૫ શાખાના સભ્યો તૈયાર છે.

IMA.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *