નવીદિલ્હી
ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી જિલ્લાઓમાં કેસ ઓછા નોંધાઈ રહ્યા છે હવે દૈનિક કેસો ઘટી રહ્યા છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની સંખ્યા સતત વધી રહી છે દેશના શહેરથી ગ્રામીણ ભાગોમાં વધતા ચેપમાં આ ફેરફાર ભારતના અગાઉના બંને કોરોના લહેરમાં પણ જાેવા મળ્યો હતો. ડેટા પરથી આંકડાઓ દર્શાવે છે કે દિલ્હી અને મુંબઈમાં જાન્યુઆરી ૧૬ જાન્યુઆરી સુધીમાં સરેરાશ નવા કેસોમાં ઘટાડો જાેવા મળ્યો છે. ચેન્નાઈ અને કોલકાતા જેવા અન્ય મેટ્રોપોલિટન શહેરોમાં પણ હવે ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યુ છે. સાપ્તાહિક વૃદ્ધિ દર ૫૨૮% પર પહોંચ્યો જ્યારે ભારતમાં ૭-દિવસની સરેરાશ કેસ વધી રહયા છે ત્યારે હવે ઓમિક્રોન વૃદ્ધિની ઝડપી ગતિ કરતાં ઘણો નીચો છે, ડેટા બતાવે છે. ૨૩ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં સરેરાશ દૈનિક ચેપ ૩૦૯,૨૪૪ હતો. જ્યારે આના એક સપ્તાહ પહેલા આ સંખ્યા ૨૩૯,૧૦૦ હતી. એટલે કે સાત દિવસમાં તે ૨૯.૩% ના દરે સંક્રમણ વધ્યુ છે. ૮મી જાન્યુઆરીએ પૂરા થતા સપ્તાહમાં, સાપ્તાહિક વૃદ્ધિ દર ૫૨૮%ની ટોચે પહોંચ્યો હતો, જે બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં, મુંબઈ ઉપનગરીય જિલ્લાઓ માટે સાત દિવસની સરેરાશ ૧૫ જાન્યુઆરીના ૧૪,૦૩૮થી ઘટીને ૨૧ જાન્યુઆરીએ ૬,૯૩૪ થઈ હતી. બાકીના રાજ્યમાં આ સરેરાશ ૨૮,૦૮૦ થી વધીને ૩૫,૩૧૫ થઈ. આ દર્શાવે છે કે નવા કેસોમાં વધારો હવે માત્ર ગ્રામીણ વિસ્તારમાં વધી રહ્યો છે.કોરોનાની ત્રીજી લહેરના ભયના ઓથાર હેઠળ ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણના કેસ ખુબજ ઝડપી વધી રહ્યા છે. સરકાર દ્વારા રોગચાળાને ફેલાતો અટકાવવા માટે જારી કરાયેલા કોરોના (ર્ઝ્રદૃૈઙ્ઘ-૧૯)ના રોજના ૩ લાખથી વધુ કેસ ફરી એકવાર નોંધાઈ રહ્યા છે. કોરોના સામે બાથ ભીડવા સતત ગાઇડલાઇનનું પાલન કરવાનું કહેવામાં આવે છે. દરમિયાન કોરોનાની થર્ડ લહેર આવતા કેસોએ ચિંતા વધારી છે. કોવિડ-૧૯ના કેસોની દૈનિક સંખ્યામાં વધારો નોંધવામાં દેશના ગ્રામીણ વિસ્તારો હવે મોટા શહેરો કરતા ઘણા આગળ વધી ચુક્યા છે શહેર કરતા ગામડામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જાે કે, આ વિશ્લેષણમાં એવું પણ જાણવા મળ્યું છે કે દરરોજ નોંધાયેલા કેસોની સંખ્યામાં વધારો ઓછો છે.
