Delhi

કોરોનામાં મૃત્યુ પર ક્લેમ ૯૦ દિવસમાં કરવા સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો

નવીદિલ્હી
કેન્દ્રએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ૨૪મી માર્ચે આપેલા તેના એક આદેશમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુના કિસ્સામાં વળતર માટે દાવો દાખલ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. આદેશ મુજબ, ૨૦ માર્ચ પહેલા થયેલા મૃત્યુ માટે ૬૦ દિવસની અંદર દાવા દાખલ કરવાના રહેશે. ભવિષ્યમાં કોઈપણ મૃત્યુ માટે, દાવો દાખલ કરવા માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગયા મહિને કહ્યું હતું કે ચાર અઠવાડિયાની સમય મર્યાદા પૂરતી નથી. ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ના કારણે નજીકના સગાના મૃત્યુ પર ચુકવણીનો દાવો કરવા માટે કેન્દ્ર દ્વારા સમય નક્કી કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે મૃતકના સંબંધીઓ શોકમાં છે, તેથી આટલો સમય પૂરતો નથી. જસ્ટિસ એમ.આર.શાહ અને બી.વી. નાગરથનાની બેન્ચે સંકેત આપ્યો હતો કે વળતર માટે અરજી કરવા પાત્ર એવા તમામ લોકોને ૬૦ દિવસનો સમયગાળો આપવામાં આવશે. ભાવિ ઉમેદવારોને ૯૦ દિવસનો સમય આપવામાં આવશે. કોર્ટે કહ્યું, “આ (ચાર અઠવાડિયા) યોગ્ય સમયગાળો ન હોઈ શકે, કારણ કે સંબંધિત પરિવાર આઘાતમાં હોઈ શકે છે. ચાર અઠવાડિયા સારો સમય ન હોઈ શકે. જાે મૃત્યુ થાય છે, તો પરિવારને દુઃખમાંથી બહાર આવવા અને ફરીથી દાવો દાખલ કરવા માટે સમયની જરૂર છે.” જાે કોઈ ખોટો દાવો કરશે તો તેને પણ સજા કરવામાં આવશે. ૫ ટકા દાવેદારોની રેન્ડમ સ્ક્રુટીની કરવામાં આવશે. જાે કેસ નકલી જણાશે તો તેને સજા થશે. કપટપૂર્ણ દાવાઓનું જાેખમ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કોવિડ-૧૯ને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારના સભ્યોને રૂ. ૫૦,૦૦૦ની અનુગ્રહ રાશિ મેળવવાના ખોટા દાવાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેનો દુરુપયોગ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે તેને લાગે છે કે નૈતિકતાનું ધોરણ આટલું નીચે ન આવી શકે.

Suprim-Court-of-India.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *