Delhi

કોરોના કેસમાં વધારો થતા કેન્દ્રએ એલર્ટ રહેવા ચેતવ્યા

નવીદિલ્હી
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસી ગતી વધી રહી છે. કોરોનાના વધતા કેસને જાેતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, દિલ્હી, તેલંગાણા અને તમિલનાડુના સ્વાસ્થ્ય સચિવોને પત્ર લખ્યો છે. દિલ્હીમાં શુક્રવારના ૨ હજારથી વધુ કેસ આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં શુક્રવારના ૧ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તેમના પત્રમાં આ રાજ્યોને સૂચના આપી છે કે તમામ ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને કોરોનાના વધતા કેસને લઇને બરોબર નજર રાખવામાં આવે જેથી સંક્રમણને ફેલાવતા રોકી શકાય. આ રાજ્યોને પત્ર લખી કેન્દ્રએ સૂચના આપી છે કે કઈ રીતે આ રાજ્યોમાં કોરોના કેસને કંટ્રોલ કરવાના છે. કેન્દ્રએ આ રાજ્યોને કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોમાં અહીં કોરોના સંક્રમણના કેસ અને પોઝિટિવિટી રેટમાં વધારો જાેવા મળી રહ્યો છે. તેથી આ રાજ્યોએ તાત્કાલીક પગલા લેવા જરૂરી છે. દિલ્હામાં ૫ ઓગસ્ટના રિપોર્ટ થયેલા ૨૨૦૨ કોરોના કેસનો અહેવાલ આપતા પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસથી ૮૧૧ કેસ દરરોજના હિસાબથી નોંધાઈ રહ્યા છે. દિલ્હીમાં બે અઠવાડિયામાં દૈનિક સરેરાશ કેસોમાં પણ વધારો થયો છે. અહીં ૨૯ જુલાઈના પુરા થયેલા અઠવાડિયામાં ૮૦૨ કેસ દૈનિક સરેરાશ હતા. ત્યારે ૫ ઓગસ્ટના પુરા થયેલા અઠવાડિયામાં તે સરેરાશ ૧૪૯૨ થઈ ગયા છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ ૫.૯૦ થી વધીને ૯.૮૬ ટકા થઈ ગયો છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯,૪૦૬ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડામાં કેરળમાં ૧૧ લોકોના મોત જુના જાેડવામાં આવ્યા છે. ૧૯,૯૨૮ લોકો સંક્રમણથી સાજા થયા છે. આ સમયે ભારતમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા ૧,૩૪,૭૯૩ છે. આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં ૪,૩૪,૬૫,૫૫૨ લોકોને કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે, દેશમાં અત્યાર સુધી કોરોનાના સંક્રમણને કારણે ૫,૨૬,૬૪૯ દર્દીઓના મોત થયા છે. ડેલી પોઝિટિવિટી રેટ ૪.૯૫ ટકા જણાવવામાં આવ્યો છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં આવ્યા છે. કેરળમાં ૧૨,૩૪૪ દર્દીઓ એક્ટિવ છે, જ્યારે બીજા નંબર પર મહારાષ્ટ્રમાં ૧૨,૦૭૭ કેસ એક્ટિવ જણાવવામાં આવી રહ્યા છે. એક્ટિવ દર્દીઓ મામલે કર્ણાટક ત્રીજા સ્થાન પર છે જ્યાં ૧૧,૦૬૭ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારબાદ તમિલનાડુમાં આ સંખ્યા ૧૦,૯૮૭ અને પંજાબમાં ૧૦,૮૫૮ છે. આગામી સમયમાં ઉત્તર ભારતમાં રક્ષાબંધન સાથે તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. સરકારે તેને ધ્યાનમાં રાખી રાજ્યોને એલર્ટ રહેવા કહ્યું છે. દુનિયાભરમાં કોરોના આવ્યા બાદથી ભારત કુલ કેસના મામલે અમેરિકા બાદ બીજા નંબર પર છે અને કુલ મોતના મામલે અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા નંબર પર છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *