નવીદિલ્હી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં કોરોનાથી થયેલ મોતને લઈને કેન્દ્ર સરકારના આંકડાને ખોટા ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ ટિ્વટર પર એક રિપોર્ટ શેર કરીને કહ્યુ કે સાયન્સ ખોટુ ન બોલી શકે, પીએમ નરેન્દ્ર મોદી ખોટુ બોલી શકે છે. તેમણે કહ્યુ કે ૪૭ લાખ ભારતીયોના કોરોના મહામારીના કારણે મોત થયા છે, નહિ કે ૪.૮ લાખ. જેવો કે સરકાર દાવો કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમનુ સમ્માન કરો. બધાને ૪ લાખ રૂપિયાનુ વળતર આપીને તેમની મદદ કરો. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ ડબ્લ્યુએચઓનો એક રિપોર્ટ શેર કર્યો છે જેમાં કોરોનાથી થયેલ મોતના આંકડા આપવામાં આવ્યા છે. આ પહેલા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ભારતીય જીવન વીમા નિગમનુ મૂલ્યાંકન ઘટાડીને આંકવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પૂછ્યુ કે ભારતની સૌથી મૂલ્યવાન સંપત્તિને ‘કોડીઓના ભાવે’ કેમ વેચવામાં આવી રહી છે. સરકારી માલિકીવાળા એલઆઈસીનો આઈપીઓ બુધવારે છૂટક અને સંસ્થાકીય રોકાણકારોના યોગદાન માટે ખોલવામાં આવ્યો. આઈપીઓ ૯ મે(સોમવાર) બંધ થશે. રાહુલ ગાંધીએ એક ટિ્વટમાં કહ્યુ, ‘૧૩.૯૪ લાખ કર્મચારી, ૩૦ કરોડ પૉલિસીધારકો, ૩૯ લાખ કરોડની સંપત્તિ, શેરધારકોને મળતા રિટર્નના દ્રષ્ટિએ દુનિયાની નંબર વન કંપની. તેમછતાં મોદી સરકારે એલઆઈસીની કિંમત નક્કી કરી.’ રાહુલ ગાંધીએ મોદી સરકારને રિટાયર્ડ સૈનિકોના પેન્શન મામલે પણ ઘેર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હિંદુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટ શેર કરીને કહ્યુ કે નરેન્દ્ર મોદી સરકાર સૈનિકો અને દેશનુ અપમાન કરી રહી છે. ટિ્વટર પર રાહુલ ગાંધીએ લખ્યુ, ‘ર્ંહી ઇટ્ઠહા, ર્ંહી ઁીહર્જૈહની છેતરામણી પછી હવે મોદી સરકાર ‘છઙ્મઙ્મ ઇટ્ઠહા, ર્દ્ગં ઁીહર્જૈહ’ની નીતિ અપનાવી રહી છે… સૈનિકોનુ અપમાન દેશનુ અપમાન છે… સરકારે પૂર્વ સૈનિકોનુ પેન્શન વહેલામાં વહેલી તકે આપવુ જાેઈએ…’
