Delhi

કોરોના વાયરસનો વધુ એક સબ વેરિએન્ટનો મળ્યો

નવીદિલ્હી
કોરોના વાયરસે દુનિયાભરના લોકોને પરેશાન કરી દીધા છે. જેવો જ એવો લાગે છે શાંત થઇ ગયો છે ત્યારે ફરીથી હુમલો કરી દે છે. કોરોનાના એક પછી એક વેરિએન્ટ સામે આવી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના વધુ એક સબ વેરિએન્ટની ઓળખ થઇ છે. આ સબ વેરિએન્ટ મ્છ.૨ થી નિકળ્યો છે અને તેની ઓળખ મ્છ. ૨.૩૮ ના રૂપમાં થઇ છે. અત્યાર સુધી તેનો ગંભીર મામલો સામે આવ્યો નથી અને ના તો કોઇ એવા પુરાવા મળ્યા છે. રવિવારે કેન્દ્ર સરકારની સમિતિ ઇન્સાકોગે લગભગ દોઢ મહિના બાદ નિવેદન જાહેર કરતાં કહ્યું કે તાજેતરમાં જ ઓમિક્રોન વેરિએન્ટના સબ વેરિન્ટ બીએ.૨ થી વધુ એક નવું સબ વેરિએન્ટ ૨.૩૮ ની ઓળખ થઇ છે. કેટલાક લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે જેમાં આ ઉપ સ્વરૂપ હતું પરંતુ પછી તપાસમાં ખબર પડી છે કે મૃતક સંક્રમિત થતાં પહેલાં કોઇપણ ગંભીર બિમારીથી ગ્રસ્ત હતા. એક પછી એક કોરોનાના નવા-નવા વેરિએન્ટે સાઇન્સદાનોના નાકમાં દમ કરી દીધો છે. હવે બીએ.૫ મુસીબત બની ગયો છે. અમેરિકા અને યૂરોપમાં ઓમીક્રોનના આ નવા વેરિએન્ટે હડકંપ મચાવી દીધો છે. આ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં પણ તેના કેસ સામે આવી રહ્યા છે. એવામાં સાવધાની વર્તવાની જરૂરી છે. બીએ ૫. એકદમ છેતરે છે. અમેરિકા સહિત ઘણા દેશોમાં થોડા સમય પહેલાં તેના અન્ય તમામ વેરિએન્ટ હટાવી દીધા હતા. એટલે કે કોરોનાના મોટાભાગના કેસમાં બીએ.૫ જાેવા મળી રહ્યો છે. આ સાથે જ એક મોટી સમસ્યા છે. ઇન્ફેક્શન બાદ બીએ.૫ કેટલાક અઠવાડિયામાં જ ફરીથી સંક્રમિત કરી શકે છે. આ પ્રકારે સંક્રમિત થતાં લોકો એક જ મહિનામાં ફરીથી બિમાર પડી શકે છે. કોરોનાને લઇને સાવધાનીમાં કોઇ ઘટાડો આવ્યો નથી. તમામ પ્રકારની પાબંધીઓ દૂર કરવામાં આવી છે. એર ટ્રાવેલ લગભગ-લગભગ કોરોનાના પહેલા સ્તર પર પહોંચી ગઇ છે. રાજનેતા હવે કોરોના વાયરસના વિશે વધુ વાત કરતા નથી. કહી શકે છે કે આ મુદ્દો રહ્યો નથી. લોકોએ પણ માસ્ક લગાવવું અને સોશિયલ ડિસ્ટેંસિંગનો ફોલો કરવાનું છોડી દીધો છે. આ વલણ ખતરનાક છે. પહેલાં કોરોના તાંડવ જાેવા મળ્યું છે. આ વાયરસ ઝડપથી ફેલાઇ શકે છે. એવામાં સાવધાની વર્તવી જરૂરી છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *