Delhi

કોરોના વેક્સિન કોવિશિલ્ડ’ બનાવતી કંપનીના ડિરેક્ટર સાથે છેતરપિંડીની ઘટના આવી સામે

નવીદિલ્હી
કોરોના વેક્સિન ‘કોવિશિલ્ડ’ બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર સાથે ૧ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીની ઘટના બની છે. મોટી આશ્ચર્યની વાત એ છે કે પોતાની સાથે છેતરપિંડી કરનાર ધુતારાએ અદાર પૂનાવાલા હોવાનો ડોળ કરીને આ કૃત્ય કર્યું હતું. અદાર પૂનાવાલા સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું નામ કોરોના મહામારી દરમિયાન ખૂબ જ લોકપ્રિય બન્યું હતું, કારણ કે કંપનીએ વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં ઝડપથી કોરોના રસી પહોંચાડવા માટે ઘણું કામ કર્યું હતું. આ ઘટનાને લઈને પોલીસે શંકાસ્પદ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે જણાવ્યું કે છેતરપિંડી કરનારે કંપનીના ડિરેક્ટર સતીશ દેશપાંડેને વોટ્‌સએપ મેસેજ મોકલ્યો હતો. તેણે પોતાની ઓળખ અદાર પૂનાવાલા તરીકે આપી અને સતીશ દેશપાંડેને રૂ. ૧,૦૧,૦૧,૫૫૪ રૂપિયાની છેતરપીંડી કરી હતી. સતીશ કંપનીના ટોચના અધિકારીઓમાંના એક છે. મહારાષ્ટ્રના પુણેમાં બૂંદ ગાર્ડન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રતાપ માનકરે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના આ સપ્તાહે બુધવાર અને ગુરુવારની વચ્ચે બની હતી. પોલીસે છેતરપિંડી અને છેતરપિંડી સાથે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની ઉપરોક્ત કલમો હેઠળ પણ ગુનો નોંધ્યો છે. કેસની તપાસ ચાલુ છે.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *