નવીદિલ્હી
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ચક્રવાત પૂર્વ કિનારે સમાંતર આગળ વધશે અને મંગળવાર સાંજથી વરસાદનું કારણ બનશે. ઓડિશાના વિશેષ રાહત કમિશનર (જીઇઝ્ર) પીકે જેનાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બચાવ કામગીરી માટે પૂરતી વ્યવસ્થા કરી છે. “અમને રાજ્યમાં કોઈ મોટો ખતરો દેખાતો નથી કારણ કે તે પુરી નજીકના દરિયાકિનારાથી લગભગ ૧૦૦ કિમી દૂરથી પસાર થશે,” તેમણે કહ્યું. જાેકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ અને ફાયર સર્વિસની બચાવ ટીમો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. દ્ગડ્ઢઇહ્લની એક ટીમ બાલાસોરમાં તૈનાત કરવામાં આવી છે અને ર્ંડ્ઢઇછહ્લની એક ટીમને ગંજમ જિલ્લામાં મોકલવામાં આવી છે. પુરી જિલ્લાના કૃષ્ણ પ્રસાદ, સતપારા, પુરી અને અસ્તરાંગ બ્લોકમાં અને કેન્દ્રપારામાં જગતસિંહપુર, મહાકાલપાડા અને રાજનગર અને ભદ્રકમાં પણ ર્ંડ્ઢઇછહ્લ ટીમો તૈયાર છે. જેનાએ કહ્યું કે તમામ જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જિલ્લા સત્તાવાળાઓને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સુરક્ષિત સ્થળાંતર કરવાનો અધિકાર સોંપવામાં આવ્યો છે. ભુવનેશ્વર હવામાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે, ચક્રવાતના પ્રભાવ હેઠળ મંગળવાર સાંજથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ સંબંધિત પ્રવૃત્તિઓ શરૂ થશે. મંગળવારે ઓડિશાના ગજપતિ, ગંજમ અને પુરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. બુધવારે ગંજમ, ખુર્દા, પુરી, જગતસિંહપુર અને કટકમાં ભારે વરસાદ પડી શકે છે. ગુરુવારે પુરી, જગતસિંહપુર, કટક, કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોરમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત મંગળવારથી શુક્રવાર સુધી પશ્ચિમ બંગાળના ગંગાના કિનારે હળવાથી મધ્યમ વરસાદ લાવશે, કોલકાતાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એક કે બે ભારે વરસાદની સંભાવના છે. કોલકાતાના મેયર ફિરહાદ હકીમે જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે મે ૨૦૨૦ માં ચક્રવાત અમ્ફાનની વિનાશક અસરોમાંથી બોધપાઠ લઈને, મ્યુનિસિપલ વહીવટીતંત્રે પડી ગયેલા વૃક્ષો અને અન્ય કાટમાળના કારણે અવરોધોને દૂર કરવા માટે ક્રેન્સ, ઇલેક્ટ્રિક કરવત અને બુલડોઝર (અર્થમુવર) એલર્ટ રાખવા જેવા તમામ પગલાં લીધાં છે. કોલકાતા સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ મેદિનીપુર, દક્ષિણ ૨૪ પરગણા અને ઉત્તર ૨૪ પરગણાના વહીવટીતંત્ર સૂકા ખોરાક અને આવશ્યક દવાઓની વ્યવસ્થા કરવા ઉપરાંત, સ્થળાંતરની જરૂર પડે તો ચક્રવાત આશ્રયસ્થાનો, શાળાઓ અને અન્ય પાકાં માળખાં તૈયાર કરી રહ્યાં છે. હવામાન વિભાગે માછીમારોને મંગળવારથી આગામી સૂચના સુધી સમુદ્ર અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠામાં ન જવાની સલાહ આપી છે.દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત ‘આસાની’ રવિવારે સાંજે તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું. ઉત્તર-પશ્ચિમ તરફ ઉત્તર આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધવાને કારણે આ બન્યું. ભારતીય હવામાન વિભાગ અનુસાર, ‘આસાની’ ઉત્તર આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ-મધ્ય અને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચ્યા પછી મંગળવારે ઉત્તર-પૂર્વ તરફ વળે તેવી શક્યતા છે. હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યું હતું કે, આ પછી, બુધવારે તીવ્ર ચક્રવાતી વાવાઝોડું તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની અને ગુરુવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની સંભાવના છે. આસાનીને કારણે ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને ઓડિશા પ્રભાવિત થવાની ધારણા છે, તેથી ત્રણેય રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે.
