Delhi

ગલવાન ખીણમાં ભારતીય સૈન્યે ત્રિરંગો લહેરાવ્યો ઃ ચીનની પોલ ખોલી

નવીદિલ્હી
ચીને ગાલવાનમાં તેના સૈનિકો દ્વારા ધ્વજ ફરકાવવાની જે તસવીર જાહેર કરી છે તે ગાલવાનથી લગભગ બે કિલોમીટર દૂર ચીનની સરહદમાં છે. સરહદ પર ભારતની જવાબી તૈયારીઓ જાેઈને તે ભ્રમ ફેલાવવા માટે આવી હરકતો કરતુ રહે છે. જેથી ચીનના ઁન્છ સૈન્યનુ મનોબળ ટકી રહે. જાે કે ભારતીય સૈન્ય ચીનના આવા ગતકડાઓથી સારી રીતે વાકેફ છે, તેથી તે આવી હરકતોમાં આવતુ નથી.ગાલવાન ખીણ મુદ્દે ચીનનું જુઠ્ઠાણું ફરી એકવાર ઝડપાયું છે. ગાલવાન ખીણમાં ચીનના સૈનિકો દ્વારા ધ્વજ ફરકાવતો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. ચીને આ વીડિયો દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે કે ગલવાન ખીણમાં ઁન્છની હાજરી છે, પરંતુ આ ઘટનાની વાસ્તવિકતા સામે લાવ્યુ છે ભારતીય સૈન્ય. ભારતીય સેનાએ ચીનના નાપાક ઈરાદાની ખોટી તસવીરનો પર્દાફાશ કર્યો છે. ચીનના દુષ્પ્રચારનો પર્દાફાશ કર્યો છે. ભારતીય સંરક્ષણના સૂત્રો દ્વારા ગાલવાન ઘાટીમાં હાજર સૈનિકોની બે તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો નવા વર્ષ ૨૦૨૨ની છે. ગાલવાન ખીણમાં પોસ્ટ કરવામાં આવેલી ભારતીય સૈનિકોની આ તસવીરોએ, ભારતના એવા રાજ નેતાઓને જવાબ છે જેઓ તથ્યોની માહિતી એકત્ર કર્યા વિના ચીનની ચાલમાં આવી જાય છે. ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો સંપૂર્ણ તૈયારી સાથે તૈનાત છે. ચીનના ધ્વજની તસવીર સામે આવ્યા બાદ વિપક્ષ સરકાર પર આક્રમક બન્યો હતો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે મૌન તોડવાનું કહ્યું હતું. પોતાના એક ટ્‌વીટમાં રાહુલે કહ્યું, ‘ગાલવાન પર આપણો ત્રિરંગો સારો લાગે છે, ચીનને જવાબ આપવો પડશે, મોદીજી, મૌન તોડો.’ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ ચીનનો દુષ્પ્રચાર છે, તેની વાતમાં આવવુ જાેઈએ નહીં. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે ચીન દ્વારા કરાયેલા કૃત્ય પાછળ ચીનનો ગુસ્સો છે. ગલવાન ખીણમાં મારપીટ અને વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર) પર ભારત તરફથી જવાબી તૈયારીઓથી તે સ્તબ્ધ બની ચૂક્યુ છે. તે પોતાના સૈનિકોનું મનોબળ ઉંચુ રાખવા માટે આવી યુક્તિઓ અપનાવી રહ્યો છે. સીધી લડાઈ લડવી હવે તેના માટેની વાત નથી રહી. તે સાયબર, મનોવૈજ્ઞાનિક યુદ્ધ, દુષ્પ્રચાર દ્વારા તેના જુઠ્ઠાણાઓ ફેલાવતુ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *