નવીદિલ્હી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૂસેવાલા મર્ડર કેસના તાર ૈંજીૈં સાથે જાેડાયેલા છે. તેમાં ખાલિસ્તાની આતંકીઓનો પણ હાથ છે. કારણ કે ખાલિસ્તાની આતંકી હરવિન્દર સિંહ રિંદાને ૈંજીૈંનો ટેકો છે. બીજી બાજુ દિલ્હી પોલીસનું કહેવું છે કે તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ જ મૂસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ છે. લોરેન્સ ખાલિસ્તાની આતંકી રિંદા માટે કામ કરે છે. મર્ડરને અંજામ આપવામાં સામેલ ગોલ્ડી બરાર બિશ્નોઈનો માણસ છે. આ હત્યાકાંડમાં પોલીસે બઠિંડાથી કેશવ અને ચેતન નામના બે લોકોની અટકાયત કરી છે. કેશવ પર શૂટરોને અમૃતસરથી હથિયારો લાવી આપવાનો આરોપ છે જ્યારે ચેતન પર એવો આરોપ છે કે તે પંજાબી સિંગરની હત્યા મામલે સંદીપ કેકડા સાથે ત્યાં હાજર હતો. આ હત્યાકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ ૯ લોકોની ધરપકડ કરી લીધી છે. મોહાલીમાં રેડ પણ પાડી. મુસેવાલા મર્ડર કેસમાં દિલ્હી પોલીસે સૌરભ ઉર્ફે મહાકાલની પુણેથી ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે સૌરભ ઉર્ફે મહાકાલ શૂટરનો સહયોગી છે. મર્ડરને સમજી વિચારીને ઘડાયેલા ષડયંત્ર હેઠળ અંજામ અપાયું હતું. તેની તૈયારી ઘણા દિવસથી ચાલતી હતી. પોલીસે સૌરભ વિશે કહ્યું હતું કે તે મૂસેવાલાની હત્યામાં સામેલ નહતો પરંતુ મર્ડરમાં સામેલ શૂટરનો નીકટનો હતોજાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના હત્યાકાંડમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે દિલ્હી પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૂસેવાલાની હત્યા પાછળ ૈંજીૈં નો હાથ છે. આ હત્યાકાંડમાં ખાલિસ્તાની આતંકીઓના તાર પણ જાેડાયેલા હોવાના પુરાવા મળ્યા છે.